મહુવા : માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની પુષ્કળ આવક થઈ છે જેને લઈ મહુવા માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીની આવકથી છલકાયું છે.
આ સાથે જ મહુવા યાર્ડમાં જગ્યા ટૂંકી પડતા અન્ય જગ્યાએ ભાડે રાખેલ જમીનમાં હાલ ડુંગળી ઉતારવામાં આવી રહી છે. આ સાથે જ યાર્ડ દ્વારા તા.14/12 સવારે 9:30 કલાકે લાલ ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે. યાર્ડમાં સતત લાલ ડુંગળીની આવકથી જગ્યા પણ ટૂંકી પડી રહી છે. તેમજ હાલ અન્ય 20 જેટલા રાજ્યોમાંથી વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે અહીંયા આવ્યા છે.
.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં થયેલ હરાજીમાં લાલ ડુંગળીના 81,000 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના પ્રતિમણે ભાવ 150 રૂપિયાથી લઈને 771 રૂપિયા સુધી રહ્યા હતા. આ સાથે જ સફેદ ડુંગળીના 24,660 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 215 રૂપિયાથી લઈને 542 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા. ગઈકાલની સરખામણીએ આજે સફેદ ડુંગળીના ભાવમાં 130 રૂપિયાનો ઘટાડો થયો હતો, જ્યારે લાલ ડુંગળીના ભાવમાં ફક્ત ત્રણ રૂપિયાનો વધારો થયો હતો. યાર્ડમાં હાલ એવરેજ 75 હજાર કટ્ટા લાલ ડુંગળીની સરેરાશ હરાજી કરવામાં આવે છે.
Reporter: admin