News Portal...

Breaking News :

અકસ્માત હાઈટેન્શન વાયર સાથે ડીજેમાં કરંટથી ૮ કાવડીયાનાં મોત

2024-08-05 10:23:24
અકસ્માત હાઈટેન્શન વાયર સાથે ડીજેમાં કરંટથી ૮ કાવડીયાનાં મોત


હાજીપુર: બિહારના હાજીપુરમાં જળાભિષેક કરવા જતાં કાવડિયાઓનું ડીજેનું વાહન હાઇટેન્શન તારની લપેટમાં આવી જતાં આઠ લોકો ગંભીર રીતે દાઝી ગયા બાદ મૃત્યુ જતા ઘટનાથી હડકંપ મચી ગયું છે.


કંવારીયાઓનું સરઘસ ગામથી લગભગ 500 મીટર દૂર જતું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.  શોભાયાત્રાની સાથે ટ્રોલી પર ડીજે અને સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવી હતી, જે 11 હજાર વોલ્ટના વાયરની નજીક આવી હતી. જેના કારણે સમગ્ર ટ્રોલીમાં 11 હજાર વોલ્ટનો કરંટ ફેલાઈ ગયો હતો અને તેની ઝપેટમાં આવનાર લોકોના મોત થયા હતા. વીજ શોક લાગવાથી એક પછી એક 9 કંવરીયાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતાઆ ઘટના માટે ગામના લોકોએ વીજળી વિભાગ પર બેદરકારીનો આરોપ મૂક્યો હતો અને જ્યારે એસડીએમ તથા પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા તો ગ્રામીણોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. આ ઘટના હાજીપુર ઈન્ડસ્ટ્રિયલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સુલતાનપુર ખાતે બની હતી. જ્યાં સાવનના મહિનામાં ગામના છોકરા દર સોમવારે નજીકમાં આવેલા હરિહરનાથ મંદિરમાં જળાભિષેક કરવા જતા હતા. 


રવિવારે રાતે પણ તેઓ જળાભિષેક કરવા ડીજે લઈને નીકળ્યા હતા. ટ્રેક્ટર ટ્રોલી પર વધારે ઊંચાઈ સુધી આ ડીજેનું સેટઅપ જમાવ્યું હતું. જે હાઈટેન્શન વાયરની લપેટમાં આવતા આ હોનારત સર્જાઈ હતી. માહિતી અનુસાર આ ગામમાં રોડ રસ્તાની હાલત એટલી હદે બિસ્માર હતી કે જેના લીધે ટ્રેક્ટર ટ્રોલી રોડ પરથી પસાર થઇ રહી હતી ત્યારે હાઈટેન્શન તારને સ્પર્શી ગઈ હતી. જેના કારણે કરંટ ફેલાયો અને તેના પર હાજર કાવડિયાઓ કરંટની લપેટમાં આવી ગયા. જેના લીધે 8 લોકો તો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયાના અહેવાલ સામે આવ્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકો એક જ ગામના છે.  તેઓના નામ નીચે મુજબ છે.

1.  રવિ કુમાર, પિતા ધર્મેન્દ્ર પાસવાન

 2  રાજા કુમાર, પિતા સ્વ.  લાલા દાસ

 3.  નવી

Reporter: admin

Related Post