જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે દેશના અલગ અલગ રાજ્યોમાંથી ગયેલ નિર્દોષ સહેલાણીઓ પર આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને ગોળી મારી 28 લોકોની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી જેના પગલે દેશના ગૃહમંત્રી અમીત શાહે દરેક રાજ્યોમાં ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાની નાગરિકોને તથા બાંગ્લાદેશી સહિત જે વિદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય તેઓને 29 એપ્રિલ સુધી દેશ છોડી જવા આદેશ આપવામાં આવ્યો હતો .

ગુજરાતમાં પણ પોલીસે ગેરકાયદેસર વસવાટ કરતા પાકિસ્તાની, બાંગ્લાદેશી સહિતના નાગરિકોની શોધ કરી તેઓને ડિટેન કરવામાં આવી રહ્યાં છે. રવિવારે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા એકતાનગરમાં પોલીસની 10 વધુ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જ્યાંથી 1300 શંકાસ્પદોને ડીટેઇન કરી પુરુષોને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં બીજા રાજ્યોના લોકો વસે છે. બાપોદ સિટી પોલીસ સહિત ડીસીબી, એસીપી, જોઇન્ટ પોલીસ કમિશનર સ્થળ પણ પહોંચ્યા હતા. ઉલ્લેખનિય છે કે ગઈકાલે પણ 1000થી વધુ લોકોનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. જેમાં 8 બાંગ્લાદેશી મળી આવ્યા હતા. ગઇ કાલે શહેર ક્રાઇમબ્રાન્ચે સ્થાનિક પોલીસને સાથે રાખીને તુલસીવાડી વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી અને આધારકાર્ડ સહિતના પૂરાવાઓ ચેક કર્યા હતા બંગાળ ના કે બાંગ્લાદેશ ના રહીશોના ડોક્યુમેન્ટની ચકાસણી કરાઇ રહી છે. શહેરમાંથી તુલસીવાડી, એક્તાનગર, નવાયાર્ડ સહિતના વિસ્તારોમાં પોલીસે ચેકિંગ કરીને તમામને પ્રાથમિક શાળામાં લાવીને તમામના ડોક્યુમેન્ટ્સ ચેક કરાયા છે. જેની પાસે ડોક્યુમેન્ટ નથી તેના લોકોને અલગ તારવવામાં આવી રહ્યા છે તો સાથે બંગાળના લોકોના ડોક્યુમેન્ટ ચેક કરાઇ રહ્યા છે. જેમની પાસેથી ડોક્યુમેન્ટ મળે છે તે અસલ છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે ગૃહ રાજ્ય મંત્રીએ સવારથી સૂચના આપી હતી કે તમામ જિલ્લામાં બાંગ્લાદેશી ઘુસણખોરોની ચકાસણી કરાય અને તેમને ડિપોર્ટની કામગિરી શરુ કરવામાં આવે.

શંકાસ્પદ જણાય તો પોલીસને માહિતી આપો
એક્તાનાગરમાં રહેતા 200થી પુરુષોનું વેરીફેકેશન કરવામાં આવી રહ્યું છે. 100 મહિલાનું પણ વેરીફીકેશન કરાયું છે. ગઇ કાલે 1 હજારથી ઉપર લોકોનું વેરીફીકેશન ચાલી રહ્યું છે. શંકાસ્પદ જણાય તો પોલીસને માહિતી આપો તો પોલીસ કાર્યવાહી કરશે
ડો.લીના પાટીલ, એડિ.સીપી
4 ઝોનમાંથી આઠ બાંગ્લાદેશી ઝડપાયા
શહેર પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી શહેરમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો ને શોધવાની કામગીરી ચાલી હતી જેમાં 1300 લોકોની ચકાસણી કરાઈ હતી અને તે પૈકી આઠ બાંગ્લાદેશી લોકો મળી આવ્યા હતા જેમાંથી ઝોન બેમાંથી બે તથા ઝોન ત્રણમાંથી ત્રણ અને ઝોન ચારમાંથી ત્રણ બાંગ્લાદેશી મળી આવ્યા છે. તમામની સામે હવે ડિપોર્ટ કરવા સહિતની કામગીરી કરવામાં આવશે 1300 લોકોની ચકાસણીમાંથી 41 શંકાસ્પદ જણાયા હતા અને તેમાંથી આઠ બાંગ્લાદેશી મળી આવ્યા હતા



Reporter: