વાઘોડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના કેસમાં 6 વર્ષથી ફરાર આરોપીને જીલ્લા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ દ્વારા મધ્યપ્રદેશથી ઝડપી લેવાયો છે.
વાઘોડીયા પોલીસમાં 2019માં પ્રોહિબીશનનો કેસ નોંધાયો હતો જેમાં જુવાનસિંગ બોજીભાઇ ઉર્ફે લીંબુડાભાઇ પરમાર (ભીલ) (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ) ફરાર હતો. દરમિયાન જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોર્ડને બાતમી મળી હતી કે જુવાનસિંગ તેના અલીરાજપુરના મકાનમાં જ છુપાયો છે જેથી પોલીસે તેના ઘેર દરોડો પાડીને જુવાનસિંગને ઝડપી પાડ્યો હતો
Reporter: admin