સાવલીના ટુંડાવ સાવલી રોડ પર ગઈકાલે સવારે બાઈક સાથે મૃતદેહ મળી આવ્યો હતો

મરનાર યુવક રાહુલ રાજેન્દ્ર કુમાર સોની સુભાનપુરા વડોદરા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. પોલીસ ના પ્રાથમિક અનુમાન મુજબ હત્યા ની થિયરી પર તપાસ ચાલુ કરી હતી.મૃતકના વડોદરા ની મહિલા સાથે પ્રેમ પ્રકરણ હોવાનું ખુલ્યું અને પ્રેમિકાના ભાઈ અને તેના મિત્રોએ મળીને લાકડી પાઇપ અને ગદદાપાટુ નો માર મારી હત્યા કરી મંજુસર પોલીસે આરોપી મહેશ પર્ફે પપ્પુ વિનોદભાઈ માળી રહે વડોદરા (૨) ચેતન દિનેશ માડી રહે સાવલી (૩) નાસીર યુનુસ ચૌહાણ રહે ગોઠડા તાલુકો સાવલી (૪) ફહીમ હુસેન અલ્તાફ હુસેન મલેક રહે સાવલી ની ધરપકડ કરી જેલ ભેગા કર્યા
જ્યારે દિલીપ રાજુ માળી રહે ગોઠડા તાલુકા સાવલીને ફરાર જાહેર કર્યો.આરોપી મહેશ ઉર્ફે પપ્પુ માળીની બહેન સાથે મૃતક રાહુલ સોની ને પ્રેમ સંબંધ હતો અને બંને નર્મદા પરિક્રમા કરવા માટે બાઈક ઉપર ગયા હતા.આરોપી મહેશ ઉર્ફે પપ્પુને શંકા જતા સાવલી કોલેજ પાસે રાહુલ સોની ને રીક્ષા અને બાઈકમાં વિવિધ જગ્યાએ લઈ જઈને માર મારીને હત્યા કરી ટુંડાવ રોડ પર ફેંકી દીધા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું
Reporter: admin