વડોદરા : ઓએનજીસી ટેરિટોરિયલ આર્મીની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગ રૂપે વડોદરા તરસાલી સ્થિત 811 એન્જિનિયરિંગ રેજિમેન્ટ રિટોરિયલ આર્મી યુનિટ દ્વારા કર્મચારીઓ અને શહેરના નાગરિકો માટે શુરતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું .
જેમાં આર્મીના કર્મચારીઓ તેમના પરિવારજનો અને શહેરના નાગરિકો જોડાયા હતા.જેનો હેતુ રાષ્ટ્ર નિર્માણ અને સમાજના તમામ વર્ગોમાં રાષ્ટ્રીય એકીકરણ તરફ નારી શક્તિ અને ફિટ ઈન્ડિયા ચળવળને પ્રોત્સાહન આપવાનો છે. ONGC (TA) એ વડોદરા ખાતે સ્થિત એક વિભાગીય TA એકમ છે. જે ONGC સાથે સંકલિત રીતે કામ કરે છે અને ટેરિટોરિયલ આર્મીના ભાગ રૂપે ONGC સાથે તેના સશસ્ત્ર દળોના દાયરામાં સંલગ્ન હોવાને કારણે રાષ્ટ્રના તેલ ઊર્જા ક્ષેત્રમાં યોગદાન આપે છે.
ત્યારે વડોદરા સ્થિત 811 ટેરિટોરીયલ આર્મી એકમ દ્વારા પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી અંતર્ગત 5 કી.મી. અને 10 કી.મી.ની "શૂરતા દોડ" યોજવામાં આવી હતી.આ શૂરતા દોડને સ્ટેશન કમાન્ડર બ્રિગેડિયર આર એસ ચીમા સહિત મહિલા કમાન્ડિંગ ઓફિસર કર્નલ પ્રિના વર્મા એ પ્રસ્થાન કરાવ્યું હતું. શૂરતા દોડમાં 600 જેટલા શહેરીજનો આર્મીના કર્મચારીઓ અને પરિવારજનોએ ભાગ લીધો હતો. આર્મીના કર્મચારી વિભાગમાં અને શહેરીજનો વિભાગમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાને આવનાર દોડવિરોને ઇનામ વિતરણ કરીને સહભાગી થનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવ્યા હતા.
Reporter: admin