સજા ભોગવતા કેદીઓ જેલ મુક્ત થતા ખુશીનો માહોલ
વડોદરા મધ્યસ્થ જેલ ખાતે બુધવારના રોજ આજીવન કેદની સજા ભોગવતા 6 પુરુષ અને 1 મહિલા સહિત કુલ 7 કેદીઓને રાજ્ય સરકાર દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ-૪૭૩ હેઠળ વહેલી જેલ મુક્તીના આદેશો થતા, જેલ મુક્ત કરવામાં આવેલ છે.
કુલ=૦૭ પાકા કેદીઓ સહિત વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી આજદિન સુધી આજીવન સજા હેઠળના કુલ 106 કેદીઓને જેલ મુક્ત કરવામાં આવેલ છે. ઘણા લાંબા સમયથી જેલમાં સજા ભોગવતા કેદીઓ જેલ મુક્ત થતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હવે તેઓ પોતાનું જીવન કુટુંબ પરિવાર સાથે વ્યતીત કરે અને સમાજ ઉપયોગી બની રહે, તે હેતુસર તમામને ફુલહાર અને શ્રીફળ આપી સન્માનીત કરી જેલ મુક્ત કરવામાં આવેલ હતા, તેમજ શેષ જીવન માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી
Reporter: admin







