દમોહ: મધ્ય પ્રદેશના દમોહ કટની સ્ટેટ હાઇવે પર એક ટ્રક અને ઓટો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 7 લોકોના મોત અને 3 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
અકસ્માતમાં ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ પોલીસે આ મામલે તપાસ કરી રહી છે. જો કે મૃતક અને ઘાયલોની ઓળખ થઈ શકી નથી.મધ્ય પ્રદેશના દમોહ-કટની સ્ટેટ હાઈવેના દેહત પોલીસ સ્ટેશન વિસ્તારના સમન્ના ગામમાં મંગળવારે બપોરના સમયે એક ટ્રક અને ઓટો વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ટ્રકે ઓટોને કચડી નાખી હતી. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયાના અહેવાલ છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર માહિતી અનુસાર દમોહના સમન્ના ગામ નજીક પુરપાટ ઝડપે આવી રહેલ એક ટ્રકે ઓટોને ટક્કર મારી અને ઓટોમાં બેઠેલા લોકોને કચડીને જતી રહી હતી.
આ ઘટનામાં સાત લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અકસ્માત મામલે પોલીસ અધિક્ષક શુરતકીર્તિ સોમવંશીએ જણાવ્યું કે આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે અને જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા છે. ઘાયલો કે મૃતકોની ઓળખ હજુ થઈ શકી નથી. અકસ્માતમાં ઓટો ડ્રાઈવર પણ ઘાયલ થયો છે અને તેને સારવાર માટે મોકલવામાં આવ્યો છે. પોલીસ હાલ ઘટના કઈ રીતે સર્જાય છે તેની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થયા બાદ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.
Reporter: admin