વડોદરા: શહેરના વોર્ડ નંબર ૧૦ના સમાવિષ્ટ ગોત્રી વિસ્તારમાં 7 જેટલા ગેર કાયદેસર બાંધકામ ને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના અનેક ગેરકાયદેસર બાંધકામોને લઈને દૂર કરવાની હોય છે ત્યારે ટીપી 65 વિસ્તાર ગોત્રી માં સાત જેટલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ આ મકાનો ને નોટિસ આપવામાં આવી હતી જે તે સમયે રોડ પર ગેરકાયદેસર બાંધકામો બાંધી દેવામાં આવ્યા હતા. રોડ બનાવવાના સમયે ગેરકાયદેસર બાંધકામોને લઈને રોડ અધૂરો બનાવવામાં આવ્યો હતો

ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી આ આ ગેરકાયદેસર બાંધકામો ને નોટિસ આપવામાં આવી હતી અને આજરોજ ગોત્રી પોલીસ સ્ટેશન ની બાજુમાં આવેલ સાત જેટલા ગેરકાયદેસર બાંધકામોન શાખાની ટીમ દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ દૂર કરવાની પ્રક્રિયા સમયે સ્થાનિક પોલીસ, જી ઈ બીના અધિકારીઓ, સાથે દબાન શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ દબાણ દૂર કરવાની કામગીરીમાં હાજર રહ્યા હતા અને બે જેસીબી અને ચાર ટ્રક ને સ્થળ પર જોવા મળ્યા હતા. દબાણ શાખા ના અધિકારીએ જણાવ્યું હતું.


Reporter: admin