ડભોઇ : જશને મિલાદે એ ઈમા મુના મહેદી એ માવઉદ અ.સ. ના 599 માં જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.
ડભોઈ શહેરમાં વસતા હજારો મહેંદવીયા તાઈ સમાજના ભાઈ બહેનોએ જસ્ને મિલાદે ઇમામુના મહેદી એ મવઉદ અ.સ. ના 599 માં જન્મદિન પ્રસંગે તાઈવાગા વિસ્તારમાં તેમજ મહુડી ભાગોળ પરબડી પાસે 14 માં જલસા અંગે બંને સ્થળે હજરતો દ્વારા મોહમ્મદ પેગંબર સાહેબ તેમજ ઈમામુના મહેંદીએ મવઉદ અને કુરાનની રોશની માં બયાન ફરમાવી 14 માં જલસા ને સંપન્ન કર્યો હતો.ડભોઇ મહુડી ભાગોળ પરબડી કમિટી દ્વારા તેમજ તાઈવાગા મિલાદ કમિટીના ઉપક્રમે મિલાદે મહેદી અ.સ. ના 599 માં જન્મદિન નિમિત્તે 14 માં જલસા ના સંપન્ન કાર્યક્રમમાં તાઈવાગા આબિદ ચોક ખાતે હજરત આબિદ સાહેબ ખુન્દમીરી એ બયાનમાં જણાવ્યું હતું કે સમગ્ર જગત વીષ ચક્ર માં સપડાયું છે ત્યારે મહેદેવીયા સમાજને ઈલ્મ મેળવવો જરૂરી બન્યો છે. શરીરના વિકાસ માટે ખોરાકની આવશ્યકતા જરૂરી છે તેમ રૂહ આત્માને તેજસ્વી રાખવા ખુદાની ઈબાદત જરૂરી છે. મહેદવીયા સમાજ તમામ કોમ સાથે હળી મરીને રહે છે
કુરાનની રોશનીમાં બયાન ફરમાવી સમાજને એક તાંતણે બાંધવા રાહ અપનાવવા અનુરોધ કર્યો હતો. જ્યારે કે મોહુડી ભાગોળ પરબડી પાસે સૈયદ યદુલ્લાહ ઉર્ફે બાદશાહ મિયાં તેમજ સૈયદ અફતાબ મિયા અને સૈયદ મસુદ હુસેન દ્વારા બયાન ફરમાવી મહદેવીયા તાઇ સમાજ દેશ અને સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરે તેવી દુઆ ગુજારી ઇસ્લામે વિશ્વ શાંતિનો સંદેશો આપે છે ઇસ્લામ ધર્મના મહાન પયગંબર મોહમ્મદ સાહેબ સમા દયા અને આત્મ સમર્પણનો સંદેશો આપે છે અને એ જ એમનું જીવન રહ્યું છે અને તેઓ શાંતિના દૂત હતા. જ્યારે કે ઈમામુ મહેંદી એ મવઉદ અ.સ. પણ મોહમ્મદ પયગંબરના રસ્તે ચાલી શાંતિ અને સદભાવના જ તેઓનો જીવનનો મંત્ર હતો આ જીવન મંત્ર જ વિશ્વ શાંતિ માટે પ્રેરક બની શકે એમ છે દરેક માનવીએ શાંતિ અને સદભાવના સભર જીવન જીવવું જોઈએ.
Reporter: admin