વડોદરા: રાજ્યમાં ધો. 10 અને 12 બોર્ડનું પરિણામ જાહેર કરાયું છે ત્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના નેતૃત્વમાં મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.
છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઈનામ” યોજના અંતર્ગત ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષામાં અનુસૂચિત જાતિ- SC તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ- SEBCનાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને આપવામાં આવતી પ્રોત્સાહક ઈનામની રકમમાં વિવિધ કક્ષાએ રૂ. 20 હજારનો સુધીનો વધારો કરાયો છે. રાજ્યમાં અનુસૂચિત જાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ રૂચિ કેળવીને સારી ટકાવારી પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત થાય તે હેતુથી ધોરણ 10 અને 12નાં બોર્ડની પરીક્ષામાં રાજ્ય તથા જિલ્લા કક્ષાએ પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓની પ્રોત્સાહક ઈનામની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.
આ માટે વર્ષ 2025-26ના બજેટમાં રૂ. 53 લાખની નવી બાબતને મંજૂરી આપવામાં આવી છે. અનુસૂચિત જાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનાં વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક સ્પર્ધાત્મકતા કેળવાય તથા વધુમાં વધુ વિદ્યાર્થીઓ શૈક્ષણિક વિકાસ સાધી શકે તે હેતુથી “છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઈનામ” યોજના અમલી બનાવાઈ છે. આ યોજના હેઠળ ધોરણ-10 અને 12નાં બોર્ડની પરીક્ષામાં રાજ્ય તથા જિલ્લા કક્ષાએ પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવે છે.વિદ્યાર્થીઓને આપવામાં આવતી પ્રોત્સાહક ઈનામની રકમમાં વધારો કરવામાં આવ્યો છે તે અંતર્ગત રાજ્યકક્ષાએ ધો. 10 અને ધો. 12માં સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ ઉત્તર બુનિયાદી પ્રવાહ એમ ચાર પ્રવાહમાં પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને પ્રોત્સાહક ઇનામ અપાશે
Reporter: admin