વડોદરા : હવસખોર કાકા સસરાની શાન ઠેકાણે લાવવા પરિણીતાએ અભયમ અને પોલીસની મદદ લેતા ફરાર થઈ ગયેલા કાકાની શોધખોળ હાથ ધરાઈ છે.
નંદેસરી વિસ્તારમાં રહેતી પરિણીતા પર છેલ્લા કેટલાક સમયથી કાકા સસરા કુદ્રષ્ટિ નાખી રહ્યા હતા. કોઈપણ કારણ વગર ઘરમાં બેસી રહી પરણીતા સાથે વાત કરવાનો તેમજ સ્પર્શ કરવાનો પ્રયાસ કરતા હતા. પરિણીતાએ આ અંગે પતિ તેમજ સાસરિયાને જાણ કરતા કાકા સસરાને સમજાવવામાં આવ્યા હતા. પરંતુ ત્યાર પછી પણ તેમની હરકતો ચાલુ રહી હતી. બે દિવસ પહેલા પરિણીતા રાત્રે દરવાજો ખુલ્લો રાખીને સૂઈ રહી હતી
ત્યારે કાકા સસરા ઘરમાં ઘૂસી આવ્યા હતા અને શારીરિક છેડછાડ કરતા પરિણીતાએ બુમરાણ મચાવી હતી. જેથી કાકા સસરા ભાગી ગયા હતા. કાકા સસરાને પાઠ ભણાવવા માટે પરિણીતાએ અભયમની મદદ લેતા તેમને નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે મોકલવામાં આવ્યા છે.
Reporter: admin