News Portal...

Breaking News :

વડોદરામાં ધો.૧૦ ના ૪૩૮૭૩ અને ધો.૧૨ના ૨૪૬૩૫ મળી કુલ ૬૮૫૦૮ છાત્રો બોર્ડની પરીક્ષા આપશે

2025-02-20 12:08:11
વડોદરામાં ધો.૧૦ ના ૪૩૮૭૩ અને  ધો.૧૨ના ૨૪૬૩૫ મળી કુલ ૬૮૫૦૮ છાત્રો બોર્ડની પરીક્ષા આપશે


વડોદરા : આગામી તા. ૨૭મી ફેબ્રુઆરીથી શરૂ થનારી બોર્ડની પરીક્ષા વિશે જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેએ પત્રકાર બેઠકમાં જણાવ્યું કે વડોદરામાં ધોરણ ૧૦ ના ૪૩૮૭૩ અને ધો.૧૨ના ૨૪૬૩૫ સાથે કુલ ૬૮૫૦૮ છાત્રો બોર્ડની પરીક્ષા આપશે. 


આંખોથી સંપૂર્ણ દિવ્યાંગ એવા ત્રણ છાત્રોને લેપટોપ સાથે પરીક્ષા આપવા બોર્ડની મંજૂરી મળી અને સેન્ટ્રલ જેલમાં રહેલા ૧૦ અંતેવાસી પણ બોર્ડની પરીક્ષા આપશે, જેલમાં જ બ્લોકની ફાળવણી કરવામાં આવી છે.

Reporter:

Related Post