રાજકોટ: ગોંડલના ગરબી ચોક પાસે આવેલા એક મકાનનું મરામતનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક અગમ્ય કારણોસર મકાન ધરાશાયી થતાં ત્રણ લોકો દટાઈ ગયા હતા. દટાઈ ગયેલા લોકોમાં એક પુરૂષ અને બે મહિલાઓ સામેલ છે.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના ગરબી ચોક પાસે મકાનનું રિનોવેશન કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન બે માળનું મકાન અચાનક ધરાશાયી થઇ જતાં ત્રણ લોકો કાટમાળ નીચે દટાયા છે. જેમાં એક પુરૂષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં ગોંડલ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
Reporter: admin