વડોદરા સંસ્કારી નગરીનું માહાત્મ્ય, નવનાથ મહાદેવથી ભવ્યતા પૂર્વક રક્ષાયેલું છે. જે નવનાથની શહેરના નગરજનો દ્વારા પૂજા- અર્ચના નિયમિત પણે થઈ રહી છે.
જેમાં કામનાથ મહાદેવની સાથે પરશુરામ ભગવાનની મહાઆરતી નિયમિતપણે શ્રી પરશુરામ સેના ના અગ્રણીઓ જયેન્દ્રભાઈ પાઠક અને શ્રી અનિલભાઈ ભટ્ટ સંભાળે છે, અને દર રવિવારે આરતી, પૂજા, અર્ચના અને વંદન કરવામાં આવે છે. તારીખ 2 /6 /24 ને રવિવારે પરશુરામ ભગવાનની 410 મી આરતી બ્રહ્મબંધુઓની ઉપસ્થિતિમાં શંકરલાલ ત્રિવેદીના વડપણ હેઠળ યોજાઈ. પ્રથમ કામનાથ મહાદેવ પછી પરશુરામ ભગવાનની આરતી કરવામાં આવી. આરતીના મનોરથી શંકલાલ ત્રિવેદીએ, સંસ્કારી નગરીના નગરજનોને આરતીમાં જોડાવા અનુરોધ કર્યો. અંતમાં આરતી, પ્રસાદ વિતરણ બાદ જયેન્દ્રભાઈ પાઠકે સર્વેનો આભાર માની, દર રવિવારે મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓને જોડાવા નિમંત્રણ આપ્યું.
Reporter: News Plus