News Portal...

Breaking News :

લેટિન દેશના રણમાં વર્ષે ૪૦૦૦૦ ટન જુના કપડાનો ઢગલો થાય છે

2024-09-18 10:22:57
લેટિન દેશના રણમાં વર્ષે ૪૦૦૦૦ ટન જુના કપડાનો ઢગલો થાય છે


સેન્ટિયાગો: ચિલીના ઇકિવક પ્રાંતના હોસ્પિસિયોબંદર જુના કપડાની ગાંસડીઓ ઉતરે છે. આ બંદર દુનિયા ભરના વેસ્ટ કપડા માટેનું બજાર બની ગયું છે. 


પાકિસ્તાન,ભારત અને મલેશિયા જુના કપડા ખરીદનારા અગ્રિમ દેશો ગણાય છે. વેપારીઓ ૧૮૦૦થી ૨૦૦૦ કિમીનું અંતર કાપીને હોલેસેલ કપડા ખરીદવા આવે છે. દુનિયામાં યુએસએ. જર્મની અને બ્રિટન જુના કપડાની નિકાસ કરતા દેશો છે જયારે ઇટલીનો પણ દુનિયાના જંક કપડાની નિકાસ કરતા ૧૦ દેશોમાં સમાવેશ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં ઇટલીમાં દોઢ લાખ ટન જુના કપડા ઉત્પન્ન થયા છે.દર વર્ષે ચિલીમાં ૫૯૦૦૦ ટન કપડા આવે છે જેમાંથી ૪૦ હજાર ટન અટાકામાના રણમાં કચરો બની જાય છે. પાટનગર સેન્ટિયાગોમાં કપડાના વેપારીઓ કેટલાક કપડા ખરીદી લે છે જયારે મોટા ભાગના રણ વિસ્તારમાં કચરો સમજીને ફેંકી દેવામાં આવે છે 


આથી આ સ્થળે દુનિયાનો સૌથી મોટો જુના કપડાનો ઢગલો થયો છે.રેગિસ્તાન વિસ્તારના ગરીબ લોકો આવીેને કપડાના વિશાળ ઢગલામાંથી પોતાના માપના કપડા શોધતા રહે છે.દુનિયામાં વધતી જતી ફેશન,ઉપભોગતાવાદ અને નીતનવા કપડાની ડિઝાઇનોના કારણે કાપડનો વપરાશ વધતો જાય છે. પહેલાની સરખામણીમાં કપડાનો ઝડપથી નિકાલ કરવામાં આવે છે આથી ટેક્ષટાઇલ કચરો પણ વધતો જાય છે. દુનિયામાં દર સેકન્ડે એક ટ્રક કપડાનો કચરો લેન્ડફિલમાં ઠલવાય છે. ચીન અને બાંગ્લાદેશમાં ઉનના કપડાનું ખૂબ ઉત્પાદન થાય છે.જે કપડાનો ઉપયોગ થયો નથી કે વેચાયા વિના નકામા થઇ ગયા છે કે એવા કપડા યૂરોપ, એશિયા અને અમેરિકા થઇને ચિલી દેશમાં આવે છે. આ કપડાને રિસાઇકલ કરીને લેટિન અમેરિકામાં ફરી વેચવામાં આવે છે. એક અંદાજ મુજબ દર વર્ષે ૯.૨ કરોડ ટન ટેકસટાઇલ કચરો પેદા થાય છે.

Reporter: admin

Related Post