News Portal...

Breaking News :

ટ્રક અને પીકઅપ વચ્ચે ભાયાવહ અકસ્માત દુર્ઘટનામાં 4 મહિલાઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત

2024-11-26 11:27:54
ટ્રક અને પીકઅપ વચ્ચે ભાયાવહ અકસ્માત દુર્ઘટનામાં 4 મહિલાઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત


રાજકોટ: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર મોડી રાતે ટ્રક અને પીકઅપ વચ્ચે ભાયાવહ અકસ્માત સર્જાયો હતો. 


આ દુર્ઘટનામાં 4 મહિલાઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 18થી લોકો ઇજાગ્રસ્ત થતા થયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યા હતા, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.મળતી માહિતી અનુસાર, ચોટીલા નજીક આવેલા ગીગાના ઓટલા પાસે ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર ટક્કર થતાં પીકઅપમાં સવાર 4 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. 


આ ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં લીમડીના શિયાણી ગામના રેથરિયા કોળી પરિવાર 4 સગા દેરાણી જેઠાણીના મૃત્યુ થયા હતા. નોંધનીય છે કે, આ પરિવાર સોમનાથ પિતૃ તર્પણ માટે જઈ રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.મળતી માહિતી અનુસાર, ચોટીલા નજીક આવેલા ગીગાના ઓટલા પાસે ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર ટક્કર થતાં પીકઅપમાં સવાર 4 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. આ ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં લીમડીના શિયાણી ગામના રેથરિયા કોળી પરિવાર 4 સગા દેરાણી જેઠાણીના મૃત્યુ થયા હતા. નોંધનીય છે કે, આ પરિવાર સોમનાથ પિતૃ તર્પણ માટે જઈ રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

Reporter: admin

Related Post