News Portal...

Breaking News :

ચંદીગઢમાં બે નાઈટ ક્લબની બહાર વિસ્ફોટ

2024-11-26 11:25:01
ચંદીગઢમાં બે નાઈટ ક્લબની બહાર વિસ્ફોટ


ચંદીગઢ : વહેલી સવારે ચંદીગઢમાં બે નાઈટ ક્લબની બહાર વિસ્ફોટ થયાના અહેવાલ છે. શંકાસ્પદ હુમલાખોરોએ સેક્ટર 26 સ્થિત નાઈટ ક્લબ તરફ વિસ્ફોટક ફેંક્યા હતા. 


પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ક્લબને નિશાન બનાવીને વિસ્ફોટકો ફેંકવામાં આવ્યા હતા. તે ક્લબ રેપર બાદશાહની હતી પરંતુ પોલીસે હવે આ વાતને નકારી કાઢી છે.કહેવામાં આવી રહ્યું છે કે બે અજાણ્યા બાઇક સવારોએ શંકાસ્પદ વિસ્ફોટકો ફેંક્યા હતા. શંકાસ્પદોએ મંગળવારે સવારે 4 વાગ્યાની આસપાસ આ હુમલો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ખૂબ જ ઓછી ક્ષમતાનો બ્લાસ્ટ હતો. 


આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.ઘટનાના વીડિયોમાં ક્લબની તૂટેલી બારીઓ જોઈ શકાય છે. વિસ્ફોટના સમાચાર મળ્યા બાદ ચંદીગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબની ટીમો પણ ઘટના સ્થળેથી સેમ્પલ લેવા માટે ઘટના સ્થળે પહોંચી હતી.

Reporter: admin

Related Post