વડોદરા શહેરમાં ઘુસણખોરી કરીને આવેલા બાંગ્લાદેશીઓને શોધવાનું શહેર પોલીસ દ્વારા છેલ્લા ચાર દિવસથી ખાસ અભિયાન ચાલી રહ્યું છે તેમાં આજે શહેર પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી 100 જેટલા શખ્સોની પૂછપરછ કરી તેમની ઓળખ અંગેના દસ્તાવેજોની ચકાસણી કરી હતી.
અગાઉ શંકાસ્પદ જણાયેલા વ્યક્તિઓની પૂછપરછ દરમિયાન અને દસ્તાવેજોની ચકાસણી દરમિયાન 4 મહિલાઓ બાંગ્લાદેશી નાગરીક હોવાનું અને ચારેય મહિલા ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરીને વડોદરા આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચારેય બાંગ્લાદેશી મહિલાઓના રીસ્કટ્રીક્શન ઓર્ડર કરી ચારેય મહિલાઓને હંગામી ડીટેન્શન સેન્ટર પોલીસ હેડ ક્વાર્ટસ ખાતે રાખવાની કાર્યવાહી કરાઇ છે. આ ઝુંબેશ દરમિયાન અત્યાર સુધી 18 તથા એક વર્ષ પહેલા મળી આવેલા 6 મળીને કુલ 24 બાંગ્લાદેશી નાગરીકોને ડીપોર્ટ કરવાનો રીપોર્ટ કરાયો છે.
આ બાંગ્લાદેશીઓને શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ, તથા એસઓજી તથા સીઆઇડી ક્રાઇમ અને આઇબી તથા અન્ય તપાસ એજન્સી દ્વારા પણ સતત પૂછપરછ કરાઇ રહી છે. તે ક્યા રુટ દ્વારા વડોદરા આવ્યા હતા કોણે તેમને મદદ કરી હતી તથા તેમના સ્થાનિક સંપર્કો અને ક્યા ક્યા રાજ્યોમાં ગયા હતા તથા તેમના સગાસબંધીઓ વિશે પોલીસ દ્વારા માહિતી મેળવાઇ રહી છે. શહેર પોલીસે જુદા જુદા વિસ્તારોમાંથી 1750 જેટલા શકમંદ શખ્સોની તપાસ કરી છે. અગાઉ વડોદરા શહેર પોલીસ તથા વડોદરા રેલવે પોલીસ દ્વારા શોધી કઢાયેલા 14 બાંગ્લાદેશી નાગરીકોને હાલ હંગામી ડિટેન્શ સેન્ટરોમાં રખાયેલા છે અને તેમના ફિંગર પ્રીન્ટ તથા ફોટો આઇડી મેળવીને ફોરનર્સ આઇડેન્ટીટીપીકેશન પોર્ટલ પર અપલોડ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ઉપરાંત આ બાંગ્લાદેશીઓને ગુજરાતમાં આવવાના ઇરાદાઓ અંગેની પણ પૂછપરછ કરાઇ રહી છે.
Reporter: admin







