News Portal...

Breaking News :

વડોદરામાં નવુ કૌભાંડ, હવે જન્મના દાખલા પણ નકલી મળે

2025-05-02 09:55:53
વડોદરામાં નવુ કૌભાંડ, હવે જન્મના દાખલા પણ નકલી મળે


આધાર કાર્ડ કઢાવવા ગયેલા યુવક પાસેથી બોગસ જન્મનો દાખલો મળતા હડકંપ...
રૂપિયા ફેંકો તો નકલી જન્મનો દાખલો પણ મળે અને નકલી મરણનો દાખલો પણ મળે. નકલી ફાયર એનઓસી પણ મળે અને નકલી પાનકાર્ડ પણ મળે.નકલી રજાચિઠ્ઠી પણ મળે અને નકલી ઇમ્પેક્ટનાં ઓર્ડર પણ મળે.. 



વડોદરામાં બોગસ જન્મ દાખલો કાઢવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. શહેરના રાવપુરામાં કોર્પોરેશન સંચાલિત આધાર કાર્ડની કચેરીએ આધારકાર્ડ કઢાવવા ગયેલા પરિવાર પાસે બોગસ જન્મનો દાખલો મળ્યો હતો જેથી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ મામલે તત્કાળ પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ શરુ કરી છે. મળેલી માહિતી મુજબ શહેરના રાવપુરામાં કોર્પોરેશન સંચાલિત આધાર કાર્ડની કચેરીએ આધારકાર્ડ કઢાવવા માતા પુત્ર પહોંચ્યા હતા અને તેમણે જન્મનો દાખલો પૂરાવામાં રજૂ કર્યો હતો. જો કે આધાર કાર્ડના અધિકારી શમિક જોશીને આ જન્મનો દાખલો જોતા જ શંકા પડી હતી. કારણ કે આ દાખલો હોસ્પિટલ દ્વારા કઢાવામાં આવ્યો હતો. જ્યારે જન્મનો દાખલો માત્ર કોર્પોરેશન દ્વારા જ કાઢી મુકવામાં આવે છે. તપાસમાં  જમનાબાઈ જનરલ હોસ્પિટલના નામે કાશિદ રાશીદ સિદ્ધિકીનો બોગસ જન્મ દાખલો કાઢવામાં આવ્યો હોવાનું જણાયું હતું.જેથી માતા પુત્રની પૂછપરછ કરાતા તેમણે ફિરોઝ નામના એજન્ટ પાસેથી 600 રૂપિયા આપી બોગસ જન્મ દાખલો કઢાવ્યો હોવાની કેફિયત બહાર આવી હતી. જેથી આધાર કાર્ડ કચેરીના અધિકારી રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા પહોચ્યા હતા. 

મૂળ યુપીનો આ પરિવાર હાલમાં વડોદરા મકરપુરા GIDC માં રહી શાકભાજીનો ધંધો કરે છે. તેઓ 20 વર્ષના કાશિદ સિદ્ધિકીનું આધાર કાર્ડ કઢાવવા સેન્ટર પર પહોંચ્યા ત્યારે આ ખુલાસો કર્યો હતો. 2020 પછી જે સર્ટીફિકેટ આવ્યા તેમાં ક્યુઆર કોડ હોય છે ક્યુઆર કોડ દ્વારા કોઇ જ માહિતી મળી ન હતી. આશિક સિદ્દીકે કહ્યું કે હું શાકભાજીનો ધંધો કરું છું. જીઆઇડીસીમાં કોઇ ફિરોજ નામના વ્યક્તિએ 600 રુપિયામાં જન્મનો દાખલો બનાવી આપ્યો હતો અને અહીં જ્યારે આ દાખલો લઇને આધાર કાર્ડ બનાવવા આવ્યો ત્યારે સાહેબે કહ્યું કે આ જન્મનો દાખલો બોગસ છે. 




પોલીસે મારી સાથે જ અગ્રેસીવ વર્તન કર્યું.
મારી પાસે જ્યારે અરજદાર આવ્યો ત્યારે મેં તેના જન્મનો દાખલો ચકાસ્યો તો મને શંકા ગઇ કારણ કે જમનાબાઇ હોસ્પિટલ દ્વારા ક્યારેય જન્મનો દાખલો અપાતો નથી.બીજું કે 2020 પછીના જન્મના દાખલામાં ક્યુઆર કોડ આપેલો હોય છે પણ આ દાખલામાં જે ક્યુઆર કોડ હતો તેમાં વિગતો ખુલતી  નથી. જેથી મે 100 નંબર પર ડાયલ કરી જાણ કરી તો પોલીસ અડધો કલાક મોડી આવી. અને મારી સાથે અગ્રેસીવ વર્તન કર્યું. આ દેશની સેફ્ટીનો વિષય છે. હમણા જ પહેલગામ એટેક થયો છે તો આ સામાન્ય બાબત કેવી રીતે હોઇ શકે. આજે આધાર કાર્ડ દરેક જગ્યાએ જરુર પડે છે જેથી પોલીસે સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરે તે જરુરી છે. 

શમીક જોશી આસિ.મ્યુનિ.કમિશનર
બોગસ જન્મનો દાખલો બનાવનાર પિતા-પુત્ર સહિત ચાર ઝડપાયા
બીજી તરફ રાવપુરા પોલીસે આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરીને મુળ ઉત્તર પ્રદેશના પિતા પુત્ર સહિત ચારની ધરપકડ કરી છે. આ ચારેય જણાએ કેવી રીતે બોગસ જન્મના દાખલા બનાવ્યા હતા તથા ક્યારથી આ કૌભાંડ ચાલે છે અને કેટલા દાખલા અત્યાર સુધી આપ્યા છે અને આ કૌભાંડમાં અન્ય કોઇ સંડોવાયેલું છે કે કેમ તેની તપાસ શરુ કરી છે.

કોર્પોરેશન ક્યારે જાગશે
હમણાં જ શહેરમાં નકલી ફાયર એનઓસી પકડાઇ હતી અને આ મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે ત્યારે આજે નકલી જન્મનો દાખલો પકડાતા કોર્પોરેશનના તંત્રની ઘોર બેદરકારી છતી થઇ છે. કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા બોગસ ફાયર એનઓસીના મામલે ગંભીરતાથી તપાસ કરાઇ નથી. તપાસનો ટોપલો પોલીસ પર ઢોળી દીધો છે. ખરેખર તો કોર્પોરેશને તપાસ કરવી જોઇએ કે આ કૌભાંડમાં તેમનો જ કોઇ કર્મચારી તો સામેલ નથી? પણ કોણ જાણે કોર્પોરેશન પોલીસ પર જ ઢોળી દે છે.

ઝેરોક્ષની દુકાન ધરાવતા અજયે બોગસ દાખલો બનાવ્યો હતો
પોલીસે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી કાસીફ સિદ્દીકીના પિતા રાશીદે આ પ્રમાણપત્ર એજન્ટ દ્વારા કઢાવ્યું હતું. જેથી એજન્ટ ફિરોજ નાસીર પઠાણને બોલાવામાં આવ્યો હતો.તેની તપાસમાં તેણે કહ્યું કે આ પ્રમાણપત્ર જીઆઇડીસી રોડ પર રહેતા અજય રણછોડ મકવાણાએ પોતાની ઝેરોક્ષની દુકાનમાં આ પ્રમાણપત્ર બનાવ્યું હતું અને તેણે કબુલ કર્યું કે તેણે આ બોગસ પ્રમાણપત્ર બનાવ્યું હતું. પોલીસે આ મામલે કાસીફ સિદ્દીકી, રાશીદ સૂબેદાર સિદ્દીક, એજન્ટ ફિરોજ નાસીર પઠાણ અને અજય મકવાણાની ધરપકડ કરી છે. આ પ્રમાણપત્ર પાંચ મહિના પહેલા કઢાવ્યું હતું. એજન્ટને તેમણે 600 રુપિયા આપ્યા હતા.

Reporter: admin

Related Post