ગાંધીનગર : ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નું કામ આટોપી લેવાયુ છે. રાજ્ય ચૂંટણી પંચના મતે, ગુજરાતમાં 5.08 કરોડ ફોર્મ વહેચાયા છે જે પૈકી 4.32 કરોડ ફોર્મની ચકાસણી થઈ શકી છે.
મહત્ત્વની વાત એ છે કે, 67.98 લાખ મતદારોનું મેપિંગ થઈ શક્યુ નથી. 2025ની મતદાર યાદીમાં નામ હાજર છે પણ 2002ની મતદાર યાદીમાં નામ મેચિંગ થતુ નથી. આ સંજોગોમાં મતદારોએ હવે રાજ્ય ચૂંટણીપંચ સમક્ષ પુરાવા રજૂ કરવા પડશે. મતદાર યાદીમાં નામ છે કે નહીં તે મુદ્દે હવે ડ્રાફ્ટ મતદાર યાદી પર સૌની નજર મંડાઇ છે.રાજ્ય ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલાં મતદાર યાદી સુધારણા અભિયાન બાદ એવું જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં ચૂંટણીપંચે કુલ મળીને 5,08,37,436 ફોર્મની વહેચણી કરી હતી. તે પૈકી 4,32,68,946 ફોર્મની બુથ લેવલ ઓફિસર દ્વારા ચકાસણી કરાઈ છે.
વર્ષ 2002ની મતદાર યાદી અને વર્ષ 2025ની મતદાર યાદીમાં નામ હોય તેવા મતદારની સંખ્યા 1,61,55,411 રહી છે.2,03,15,249 મતદારો એવા છે જે વર્ષ 2002 અને 2025ની મતદાર યાદીમાં દાદા-દાદી, માતા પિતાના નામ સાથે મેચિંગ થઇ શક્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, 67,98,286 મતદારોના નામ વર્ષ 2025ની મતદાર યાદીમાં છે પણ વર્ષ 2002ની મતદાર યાદીમાં નથી. આ જોતાં આ મતદારોએ હવે પુરાવા રજૂ કરવા પડશે.
Reporter: admin







