News Portal...

Breaking News :

કેન્દ્ર સરકાર ઈન્ડિગોની ફ્લાઈટ શેડ્યૂલમાં કાપ મૂકશે: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી

2025-12-09 14:53:43
કેન્દ્ર સરકાર ઈન્ડિગોની ફ્લાઈટ શેડ્યૂલમાં કાપ મૂકશે: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી


દિલ્હી : ભારતની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગો છેલ્લા કેટલાક દિવસથી સંકટમાં ફસાઈ છે. જેના કારણે દરરોજ સેંકડો ફ્લાઈટ રદ કરવામાં આવી રહી છે. 


ભારતના તમામ એરપોર્ટ પર હજારોની સંખ્યામાં મુસાફરોએ રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. એવામાં કેન્દ્ર સરકારે અત્યારે સુધી નોટિસ સિવાય કોઈ મોટી કાર્યવાહી કરી નથી. જોકે હવે મોટા પગલાં લેવાય તેવા સંકેત મળ્યા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકાર ઈન્ડિગોની ફ્લાઈટ શેડ્યૂલમાં કાપ મૂકશે. જેથી પરિચાલન સારી રીતે થઈ શકે અને મુસાફરોની પરેશાની ઓછી થાય. વર્તમાનમાં ઈન્ડિગોની 2200 દૈનિક ફ્લાઈટ છે. જે નિશ્ચિત રૂપે ઓછી કરવામાં આવશે. 


સરકારનો દાવો છે કે પહેલી ડિસેમ્બરથી આઠ ડિસેમ્બર સુધીમાં 7 લાખ 30 હજાર ટિકિટ માટે 745 કરોડ રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું છે. સાથે સાથે ઈન્ડિગોએ 9 હજારમાંથી 6 હજાર બેગ મુસાફરોને પરત પહોંચાડી દીધા છે. બીજી તરફ DGCAએ ઈન્ડિગોને શો કોઝ નોટિસ ફટકારી હતી. જેના જવાબમાં ઈન્ડિગોએ ટેકનિકલ ખામી, શિયાળાના કારણે સમયમાં બદલાવ, ખરાબ વાતાવરણ, વધુ ભીડ અને ક્રૂને લઈને નવા નિયમોનો હવાલો આપ્યો છે.

Reporter: admin

Related Post