ડભોઇ : યાત્રાધામ ચાંદોદના માધવાનંદ આશ્રમ ખાતે 37 મો નિ:શુલ્ક નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞ નિદાન કેમ્પ યોજાયો જે કેમ્પનો 250 ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો.
પરમ પૂજ્ય અનંત વિભૂષિત મહામંડલેશ્વર સ્વામી જગદીશાનંદ સાગરજી મહારાજની અધ્યક્ષતામાં માધવાનંદ આશ્રમ ખાતે આજરોજ 37 મો મફત નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞ નિદાન કેમ્પ યોજાયો હતો પ્રેમીલાબેન અરૂણભાઇ પટેલ ધર્મજ વાળા (હાલ લેસ્ટર યુકે ) પરિવારના આર્થિક સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં આણંદ-મોગરની શંકરા આઈ હોસ્પિટલના તબીબોએ સેવા પૂરી પાડી હતી.
ચાંદોદ સહિત પંથકના ગામોના 250 ઉપરાંત દર્દીઓએ આંખ અને દાંતની બીમારીને લગતી તપાસ કરાવી દવા અને માર્ગદર્શન મેળવ્યું હતું સદર કેમ્પમાં ઝામર, વેલ, પરવાળા મોતિયા જેવા આંખના ઓપરેશન વાળા દર્દીઓને ચાંદોદ થી મોગર હોસ્પિટલ લઈ જઈને ઓપરેશન કરી ચાંદોદ પરત લાવવાની વ્યવસ્થા પણ માધવાનંદ આશ્રમ દ્વારા કરવામાં આવી છે.
Reporter: admin