કરનારી : આજે 2024ની અંતિમ અમાસ અને સોમવાર અનુલક્ષી તીર્થક્ષેત્ર કરનાળીના કુબેરભંડારી મહાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી
વડોદરા જિલ્લાના નર્મદા કિનારે સ્થિત કરનાળી તીર્થમાં આવેલા કુબેર ભંડારી મહાદેવ મંદિરે પાંચ અમાસ ભરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થતું હોવાની શ્રદ્ધા ભાવિકોમાં રહેલી છે જે શ્રદ્ધા અને આસ્થા અનુસાર પ્રતિ અમાસ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શનાર્થે પધારતા હોય છે
આજરોજ 2024 ની અંતિમ અમાસ અને સોમવાર એટલે કે સોમવતી અમાસનો સંયોગ રચાયો હોય પ્રતિ અમાસ કરતા મોટી સંખ્યામાં શિવ ભક્તો ની ભીડ જોવા મળી હતી શિવ ભક્તોએ નર્મદા સ્નાન સાથે કુબેર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Reporter: admin