News Portal...

Breaking News :

તરસાલી ખાતે શોર્ય દિવસ નિમિત્તે ભવ્ય ભીમ ડાયરનું આયોજન

2025-01-02 12:02:06
તરસાલી ખાતે શોર્ય દિવસ નિમિત્તે ભવ્ય ભીમ ડાયરનું આયોજન


વડોદરા : જી.ઈ.બી. ગ્રાઉન્ડ, શરદનગર, તરસાલી ખાતે ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં પુના નજીક ભીમા નદીના કિનારે કોરેગાંવ નામું એક ગામ છે 


જ્યાં ૩૧ ડિસેમ્બર ૧૮૧૭ ની રાત્રે પેશ્વા બ્રાહ્મણોના ૨૮૦૦૦ થી વધારે સૈન્ય સામે બ્રિટીશ સેનામાં ભરતી થયેલા ૫૦૦ મહાર સૈનિકોની ટુકડી વચ્ચે ભીષણ યુધ્ધ થાય છે જેમાં ૫૦૦ મહારોએ ૨૮૦૦૦ પેશ્વાઓનો ખાત્મો બોલાવી તેમની વીરતા અને તાકાતનો પરચો બતાવી શાનદાર અક્ષરોમાં પરિચય આપી ભારતના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરોમાં ક્રાંતિકારી અધ્યાય અંકિત કરી દિધો. 


પરંતુ જાતિવાદી વ્યવસ્થાના કારણે આજદિન સુધી ભારતના ઇતિહાસમાં મહારોને સન્માન પૂર્વક મહત્વનું સ્થાન નથી મળ્યું. બાબાસાહેબ ડૉ. આંબેડકર ૧ જાન્યુ. ૧૯૨૭ ના રોજ આ યુધ્ધ સહાદત વહોરી ચુકેલા શહિદોના સ્મારક સ્થંભ કે જે આજે “ક્રાંતિસ્થંભ" તરીકે ઓળખાય છે ત્યાં શ્રધ્ધાંજલી અર્પણ કરવા ભવ્ય ડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Reporter: admin

Related Post