News Portal...

Breaking News :

શાકભાજીના વેપારીઓ વચ્ચે થયેલ મારા-મારી બાબતે આરોપીઓને પકડી પાડ્યા

2025-01-02 11:01:14
શાકભાજીના વેપારીઓ વચ્ચે થયેલ મારા-મારી બાબતે આરોપીઓને પકડી પાડ્યા


વડોદરા : માંજલપુર જ્યુપીટર ચાર રસ્તા પાસે શાકભાજીના વેપારીઓ વચ્ચે થયેલ મારા-મારી બાબતે આરોપીઓ વિરૂધ્ધમાં બે ગુના દાખલ કરી આરોપીઓને પકડી પાડ્યા છે.


માંજલપુર મારૂતીધામ જ્યુપીટર ચાર રસ્તા પાસે રહેતા અને શાકભાજીનો વેપાર ધંધો કરતા વેપારી નામે રામવિલાસ નંદકિશોર સક્સેના રહે-મ.નં.૧૧૨૨, મારૂતિધામ સોસાયટી, જ્યુપીટર ચાર રસ્તા પાસે, વડોદરા શહેર નાઓ સયાજી માર્કેટ ખાતે શાકભાજી લેવા ગયેલ ત્યારે તેઓ શાકભાજીનો ટેમ્પો રીવર્સ લેતા આરોપી અનામતહુીન ઉર્ફે પપ્પુ બિલાવત શેખ તથા સલમાન અનામત હુશેન બિલાયત શેખ નાઓના શાકભાજી ઉપર ફરીયાદીના ટેમ્પાનુ વ્હીes અડી જતા તેઓને બોલાચાલી ઝઘડો થયેલ અને અંદરોઅંદર સમાધાન થઇ ગયેલ હતુ. x


ત્યારબાદ સવારના આઠેક વાગ્યાના સુમારે ફરીયાદી સમવિલાસ પોતાના ઘરે જતા હતા ત્યારે વડસર બ્રીજથી જ્યુપીટર જવાના રોડ પર રઝા મસ્જિદ પાસે, જ્યુપીટર ચાર પાસે આરોપીઓ (૧) અનામતહુશેન ઉર્ફે પપ્પુ બિલાયત શેખ તથા (૨) સલમાન અનામતહુશેન શેખ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર નાઓએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ફરીયાદી તથા સાહેદોને લાકડીઓ વડે મારા-મારી શરીરે ઇજા કરતા માંજલપુર પો.સ્ટે  બી.એન.એસ.કલમ ૧૧૭(૨), ૧૧૫(૨), ૨૯૬(બી).૫૪ તથા જીપી એકટ કલમ ૧૩૫ મુજબની ફરીયાદ દાખલ થયેલ, અને તમામ આરોપીઓને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે.તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ડીટેઇન કરવામાં આવ્યો હતો.અનામતહુશેન ઉર્દૂ પપ્પુ બિલાયત શેખ નાઓને પણ શરીરે ઇજાઓ થતા માંજલપુર પોસ્ટ  બી.એન.એસ.કલમ ૧૧૫(૨) ૨૯૬(બી),૫૪ તથા જીપી એકટ કલમ ૧૩૫ મુજબની ફરીયાદ આરોપીઓ (૧) રામવિલાસ નંદકિશોર સકસેના તથા (૨) રામનિવાસ નંદકિશોર સક્સેના તથા (૩) રાહુલ નંદકિશોર સકસેના તથા (૪) મોહિત સુરેંદ્રસીંગ સક્સેના નાઓ વિરૂધ્ધમાં ફરીયાદ આપતા ઉપરોક્ત નંબર કલમથી ફરીયાદ દાખલ કરી છે.

Reporter: admin

Related Post