News Portal...

Breaking News :

વાવ-થરાદની નવા જિલ્લાની શરુઆત સાથે વિરોધના સૂર : શિહોરીમાં દુકાનો સજ્જડ બંધ

2025-01-02 13:22:26
વાવ-થરાદની નવા જિલ્લાની શરુઆત સાથે વિરોધના સૂર : શિહોરીમાં દુકાનો સજ્જડ બંધ


ધાનેરા: નવા વર્ષની શરુઆતની સાથે જ બનાસકાંઠાના બે ભાગલા પાડીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યો છે. 


જેને લઈને કહીં ખુશી, કહીં ગમનો માહોલ છે. સરકારના આ નિર્ણયનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. થરાદમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ધાનેરા અને કાંકરેજના શિહોરીમાં નારાજગી જોવા મળી રહી છે. બંને તાલુકાવાસીઓ બનાસકાંઠામાં રહેવા માંગે છે. સરહદી વિસ્તાર તરીકે ઓળખાતા બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદની નવા જિલ્લાની શરુઆત સાથે વિરોધના સૂર રેલાયા છે. 


કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે મામલતદારને લેખિતમાં રજૂઆત પણ કરાઈ છે.વાવ-થરાદ જિલ્લામાં કાંકરેજનો સમાવેશ કરવામાં આવતાં શિહોરીના વેપારીઓએ દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુરુવારે વહેલી સવારથી જ શિહોરીની બજારોમાં સ્વયંભૂ બંધ રાખવામાં આવતાં સન્નાટો છવાઈ ગયો છે. શિહોરીવાસીઓની માંગ છે કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં યથાવત્ રાખવામાં આવે.

Reporter: admin

Related Post