News Portal...

Breaking News :

વર્ષ 2024માં 4 કરોડથી વધુનો દંડ વસૂલાયો :સાડા પાંચસોથી વધુ અકસ્માતના કેસ નોંધાયા

2025-01-02 13:36:57
વર્ષ 2024માં 4 કરોડથી વધુનો દંડ વસૂલાયો :સાડા પાંચસોથી વધુ અકસ્માતના કેસ નોંધાયા


વડોદરા:શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ 2023ની સરખામણીમાં વર્ષ 2024માં વધુ દંડ વસુલ્યો છે.વર્ષ 2023ની સરખામણીમાં ટ્રાફિક પોલીસે  640% વધુ કામગીરી કરી છે.વર્ષ 2024 માં આઠ હજારથી વધુ વાહનો ડીટેઈન કરાયા છે.



વર્ષ 2024માં 4 કરોડથી વધુનો દંડ વસૂલાયો છે.વર્ષ 2024માં 700થી વધુ સ્કૂલ વાહનો વિરુદ્ધ  કાર્યવાહી કરાઈ છે.ઈ ચલણથી એક લાખથી વધુ નો દંડ વસૂલાયો છે.આવનાર દિવસોમાં ઈ ચલણ ન ભરનાર વિરુદ્ધ આકરી કાર્યવાહી કરાશે.વર્ષ 2024 માં રોંગ સાઈડ વાહન હંકારતા 330 વિરુદ્ધ ગુનો નોંધાયો છે.વર્ષ 2024 માં 2700 થી વધુ ઓવર સ્પીડિંગ કરનારા દંડાયા છે.વર્ષ 2024 માં સાડા પાંચસોથી વધુ અકસ્માતના કેસ નોંધાયા છે સમગ્ર મામલે ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે નિવેદન કર્યું છે.


ગયા વર્ષની સરખામણીમાં ફેટલ એક્સિડન્ટ માં 10% નો ઘટાડો થયો છે.ટ્રાફિકનું નિવારણ કરવા માટે શહેરમાં વીએમસી અને હાઇવે પર એનએચએઆઈને સાથે રાખીને વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવે છે. વીએમસી અને એનએચએઆઈને સાથે રાખીને જરૂર મુજબ અલગ અલગ સ્થળો પર વિવિધ બદલાવ કરવામાં આવ્યા છે. આવનારા સમયમાં અકસ્માત નિવારણ માટે કામ કરવામાં આવશે.એજ્યુકેશન, એન્જિનિયરિંગ, એનફોર્સમેન્ટ, એન્વાયરમેન્ટ અને ઇમરજન્સી આ પાંચ ઉપર કામ કરવામાં આવશે.

Reporter: admin

Related Post