શહેરને વધુ સ્વચ્છ, આરોગ્યપ્રદ અને પર્યાવરણમૈત્રી બનાવવાના સંકલ્પ સાથે સ્વચ્છતા મિશનને નવી ગતિ આપવામાં આવી

પશ્ચિમ ઝોનના વોર્ડ નં.8,9,10,11 અને 12 મા ત્રણ લાખ ઉપરાંત મકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા વોર્ડ નં.8,9,10,11 અને 12 મા ત્રણ લાખ ઉપરાંતના મકાનોના સર્વે કરીને જીઓ ટેગિંગ કરીને 367 જેટલા નવીન ડોર ટુ ડોર વાહનો જેનો આગામી 10 વર્ષનો ઇજારો આપવામાં આવ્યો છે તેને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ તથા વડોદરા મહાનગરપાલિકાના મેયર પિન્કી સોની સહિતના રાજકીય આગેવાનો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓના કારણે સ્વચ્છતા અને પર્યાવરણ બંની જાળવણી થશે અને તેમાં સુધારો આવશે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા તા. ૧૫-૧૨-૨૦૨૫ના રોજ પશ્ચિમ ઝોનની કચેરી અકોટા ખાતેથી ગુજરાત સરકારના દંડક બાલકૃષ્ણ શુક્લ (બાળુ શુક્લ), મેયર પિન્કીબેન સોનીની ઉપસ્થિતિમાં શહેરમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન માટેના નવા વાહનોનું વિધિવત્ ફ્લેગ-ઓફ કરવામાં આવ્યું હતું. અને શહેરને વધુ સ્વચ્છ, આરોગ્યપ્રદ અને પર્યાવરણમૈત્રી બનાવવાના સંકલ્પ સાથે સ્વચ્છતા મિશનને નવી ગતિ આપવામાં આવી હતી.વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાંથી દૈનિક ધોરણે ઉત્પન થતાં મ્યુનિસિપલ ધન કચરાનાં ડોર ટુ ડોર કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશન સહિતની ૧૦ વર્ષ માટેની કામગીરી ઓમ સ્વચ્છતા કોર્પોરેશન પ્રા. લિ., ને સોપવામાં આવી છે્ એજન્સી દ્વારા પશ્ચિમ ઝોનના કૂલ ૫ (પાંચ) વોર્ડ (વોર્ડ નં. ૮, ૯, ૧૦, ૧૧ અને ૧૨)માં POI આધારિત રહેણાંક અને કોમર્શિયલ પ્રોપર્ટીનો સર્વેની કામગીરી ૨૯/૦૫/૨૦૨૫ શરૂ ક૨વામાં આવેલ તથા ૨૨/૦૯/૨૦૨૫ ના રોજ પૂર્ણ કરવામાં આવી હતી. ત્રણ તબક્કામાં હાથ ધરાયેલા આ સર્વેમાં પૂર્વ-તૈયારી તબક્કામાં અલગ સર્વે ટીમોનું ગઠન, GPS લોકેશન ટેગિંગ અને POI માર્કિંગ માટે તાલીમ આપવામાં આવી; ઑન-ફિલ્ડ તબક્કામાં તમામ ૨હેણાંક મકાનો, કોમર્શિયલ એકમો અને સોસાયટીઓના પ્રવેશદ્વારના ફોટા સાથે GPS ટૅગિંગ કરવામાં આવ્યું અને POIમાં યુનિટની સંખ્યા નોંધાઈ; જ્યારે અંતિમ વેરિફિકેશન તબક્કામાં અધિકારીઓ સાથે રેન્ડમ ચકાસણી કરવામાં આવી હતી.વડોદરા શહેરના પાંચ વોર્ડના કુલ આંકડા મુજબ, શહેરમાં કુલ ૩,૦૧,૩૫૪ પ્રોપર્ટી છે જેમાંથી ૨,૬૯,૭૨૨ રેસિડેન્શિયલ અને ૩૧,૬૩૨ કોમર્શિયલ પ્રોપર્ટી છે.

ઝોનમાં કુલ ૪૭૯૯ POI નિયત કરવામાં આવેલ છે. કચરા કલેકશન માટે કુલ ૨૬૬ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ વાહનો કાર્ય૨ત કરવામાં આવેલ છે, જ્યારે કિચન વેસ્ટ માટે ૫ વાહનો, ગાર્ડન વેસ્ટ માટ ૫ જેસીબી અને ૫ હાઈવા અને ધાર્મિક વેસ્ટ માટે ૧ વાહન કાર્યરત કરેલ છે. સાંકડી ગલીઓ, સેવા વસ્તીઓ, હૈગીગ ડસ્ટબીન, ક્વીક રીસ્પોન્સ ની કામગીરી માટે કૂલ ૪૫ ઈ-રીક્ષાઓ નો ઉપયોગ કરવામાં આવનાર છે. આમ, પશ્ચિમ ઝોન માં ૩૫ ૨સ્પેર વાહનો મળીને કુલ ૩૬૭ વાહનો કાર્ય૨ત ક૨વામાં આવશે.આ પ્રોજેક્ટ વડોદરા શહેરમાં ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ સિસ્ટમને વધુ સુચારૂ અને સ્વચ્છ બનાવશે, જેમાં કલેક્શન, સેગ્રિગેશન, ટ્રાન્સફર, પ્રોસેસિંગ, મટીરીયલ રિકવરી અને નિકાલની તમામ પ્રક્રિયાઓ વધુ કાર્યક્ષમ અને સુદ્રઢ બનશે. કચરાના પ્રકારોમાં ઘરેલું, કોમર્શિયલ, હોટેલ-રેસ્ટોરન્ટ, શાકભાજી બજાર, ધાર્મિક સ્થળો અને બાગબગીચાનો કચરોનો સમાવેશ થશે. કચરાનું પાંચ પ્રકારમાં રોગ્રિગેશન કરવામાં આવશે – ભીનો, સુકો, સેનેટરી, ઘરેલું જોખમભર્યો અને ઇ-વેસ્ટ. કુલ વાહનોમાંથી 20% ઇલેક્ટ્રિક વાહનો હશે, જ્યારે આધુનિક મશીનરી અને ઓટોમેશનથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વધુ ઝડપી અને અસરકારક બનશે. પ્લાસ્ટિક, ધાતુ, કાગળ, ગ્લાસ અને ઇ-વેસ્ટ જેવા રિસાયકલ થઈ શકે તેવા કચરાની પુનઃપ્રાપ્તિ અને પુનઃઉપયોગ થવાથી સરક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન મળશે. GPS/VTS/RFID આધારિત ટ્રેકિંગ અને કમાન્ડ સેન્ટર દ્વારા રિયલ-ટાઈમ મોનિટરિંગ થશે, જેના પરિણામે લૅન્ડફિલ સાઇટ પરનો ભાર ઓછો થઈ જવા, જમીન અને પાણીના પ્રદૂષણમાં ઘટાડો થશે. આ રીતે શહેર વધુ સ્વચ્છ, સ્વસ્થ અને પર્યાવરણમૈત્રી બનશે, જે વડોદરા માટે સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને શહેરી જીવનની ગુણવત્તા સુધારવાના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.આ પ્રસંગે સયાજીગંજના ધારારાભ્ય કેયુર રોકડીયા, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, ડે.મેયર ચિરાગભાઈ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજ પટેલ, શાસક પક્ષ દંડક શૈલેષ પાટીલ, ડે.મ્યુનિ.કમિશનર ગંગાસિંઘ, ડે.મ્યુનિ.કમિશનર વી.એમ. રાજપૂત, સભાસદો અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Reporter: admin







