News Portal...

Breaking News :

માર ગ્રેગોરિયસ મેમોરિયલ શાળા દ્વારા ૩૪મી રિલાયન્સ ઇન્ટર સ્કૂલ સાયન્સ ક્વિઝનું સી .સી.મહેતા ઓડિટોરિયમ ખાતે આયોજન

2024-10-01 15:48:33
માર ગ્રેગોરિયસ મેમોરિયલ શાળા દ્વારા ૩૪મી રિલાયન્સ ઇન્ટર સ્કૂલ સાયન્સ ક્વિઝનું સી .સી.મહેતા ઓડિટોરિયમ ખાતે આયોજન


વડોદરા શહેરના ન્યુ સમા રોડ પર આવેલ માર ગ્રેગોરિયસ મેમોરિયલ શાળા દ્વારા તા. ૧.૧૦.૨૦૨૪ મંગળવાર ના રોજ ૩૪ મી રિલાયન્સ ઇન્ટર સ્કૂલ સાયન્સ ક્વિઝ નું સી ‌.સી. મહેતા ઓડિટોરિયમ એમ .એસ .યુનિવર્સિટી વડોદરા ખાતે આયોજન  કરવામાં આવ્યું  હતું. 


માર ગ્રેગોરિયસ મેમોરિયલ શાળા વર્ષ ૧૯૯૧ થી સાયન્સ ક્વિઝનું આયોજન કરે છે. પ્રથમ સાયન્સ  ક્વિઝ શરૂ કરવાનો શ્રેય રેવરન ફાધર એમ.એસ.જહોન ના ફાળે જાય છે. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે અને તેમનામાં વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ થાય તેવો ઉમદા હેતુ આ ક્વિઝ પાછળ રહેલ છે એમ શાળાના આચાર્ય રેવરન ફાધર જોજી જ્યોર્જે જણાવ્યું આ કાર્યક્રમમાં વડોદરા, આણંદ, હાલોલ તથા અંકલેશ્વરની ૨૬ શાળાની કુલ 52 ટીમના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.સાયન્સ ક્વિઝ જુનિયર વિભાગ ( ધોરણ ૫ થી ૮ ) તથા સિનિયર વિભાગ (ધોરણ ૯ થી ૧૨ ) એમ બે વિભાગમાં તબકકાવાર યોજાઈ.


આ પૈકી જુનિયર વિભાગમાંથી સંત કબીર ઇન્ડિયન ઇન્ટરનેશનલ શાળાનાં પ્રથમ પટેલ તથા આદિત્ય મિશ્રા પ્રથમ ક્રમે તથા આનંદાલય આણંદની શાળાનાં ધ્યાન ઋત્વિક ત્રિવેદી તથા એેતાક્ષ રાજ દ્રિતીય ક્રમે વિજેતા થયેલ છે.આ પૈકી સિનિયર વિભાગમાંથી આનંદ વિદ્યા વિહાર શાળાનાં આદિત છાયા તથા હેત પેથાની પ્રથમ ક્રમે તથા નાલંદા ઈન્ટરનેશનલ શાળાના પ્રથમ શાહ તથા આર્યન કુલકર્ણી દ્રિતીય ક્રમે વિજેતા થયેલ છે. પ્રથમ વિજેતા થયેલ શાળાને રોલીંગ ટ્રોફી અને પ્રથમ તથા દ્વિતીય વિજેતા ટીમને રોકડ ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા.છેલ્લાં ૩૩ વર્ષથી એમ.જી.એમ. શાળા દ્વારા યોજાતી આ પ્રસિધ્દ્વ સાયન્સ ક્વિઝનું સફળ સંચાલન ક્વિઝ માસ્ટર ડૉ.રક્તિમ મુખર્જી દ્વારા કરવામાં આવેલ હતું. આ ક્વિઝ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પ્રોફેસર ચીવુકુલા રત્ન પ્રભા જેઓ હેડ ડિપાર્ટમેન્ટ ઓફ બાયો કેમેસ્ટ્રી સાયન્સ એમ. એસ.યુનિવર્સિટીમાં ફરજ બજાવે છે .તેમણે ઉપસ્થિત રહી કાર્યક્રમ ની શોભા વધારી હતી.

Reporter: admin

Related Post