વાઘોડિયા તાલુકાના જરોદ નજીક પસાર થતા ટેન્કરમાંથી 33.36 લાખનો વિદેશી દારૂ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી આવ્યો હતો. દારૂ, ટેન્કર, મોબાઇલ ફોન મળી કુલ રૂ 43,41, 000 લાખનો મુદ્દા માલ કબજે લેવાયો હતો અને ડ્રાઇવરની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ડભોઇ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેમને બાતમી મળી હતી કે જરોદ રોડ પરથી દારૂની હેરાફેરી થવાની છે. બાતમી મુજબ જરોદ રેફરલ ચોકડી પર વોચ ગોઠવી હતી. તે સમયે ગોધરા થી વડોદરા તરફ જતું ટેન્કર પસાર થતું હતું. તેને અટકાવી તપાસ કરતા તેમાંથી રૂ.33,36,000નો વિદેશી શરાબ મળી આવ્યો હતો.
તેથી પોલીસે હરિયાણાના ડ્રાઇવર દીલબાગસિંહ હરદીપસિંહ ભટ્ટીને પકડી લીધો હતો. જ્યારે ટેમ્પો આપનાર સોનુ ઝાંગડા રહે હરિયાણા તેમજ દારૂ મંગાવનાર સહિત બે સામે ગુનો નોધી દારૂ, ટેન્કર, મોબાઇલ ફોન મળી કુલ રૂ 43,41, 000 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.
Reporter: News Plus