News Portal...

Breaking News :

એ.બી.બી. કંપનીના સ્ટોર રુમમાં મૂકેલા ૩૨ લાખના કેબલ ચોરી

2025-03-03 10:39:22
એ.બી.બી. કંપનીના સ્ટોર રુમમાં મૂકેલા ૩૨ લાખના કેબલ ચોરી


વડોદરા : એ.બી.બી. કંપનીના સ્ટોર રુમમાં મૂકેલા ૩૨ લાખના કેબલ ચોરી થયા હતા. કંપનીના સીસીટીવી કેમેરા અને  પંચીગ મશીનની હાજરી ચેક કરતા એક કારમાં આવેલા આરોપીઓ જીપમાં કેબલ ચોરીને લઇ જતા હોવાનું જણાઇ આવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.


લેબર કોન્ટ્રાક્ટર ધર્મેન્દ્રસિંહ સરદારસિંહ રાઠોડે  (રહે.શિવશક્તિ બંગ્લોઝ, પાદરા) મકરપુરા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  મકરપુરા જી.આઇ.ડી.સી.માં માણેજા ક્રોસિંગ પાસે આવેલી એ.બી.બી. કંપનીમાં સ્ટોર હેડલિંગ માટે લેબર સપ્લાયર્સનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. કંપની દ્વારા અમને જાણવા મળ્યું હતું કે,તા. ૨૪ - ૦૧ - ૨૦૨૫ ના રોજ એ.બી.બી. કંપનીના સબ કોન્ટ્રાક્ટર સન ઇલેક્ટ્રો સ્ટેરીક બેંગલોર દ્વારા ૪૫ મીટર કેબલનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. 


કંપનીના સ્ટોર ઇન્ચાર્જ અનિલ ચૌધરી કેબલ લેવા માટે સ્ટોરમાં ગયા ત્યારે તેઓને સ્ટોક ઓછો હોવાની શંકા થઇ હતી. સ્ટોકની ચકાસણી કરતા ૩૨.૬૯ લાખના ત્રણ કેબલની ચોરી થઇ હતી.આ સામાનની જાળવણી રાખવાની જવાબદારી અમારી પ્રથમ પેકર્સ નામની કંપનીની છે. એ.બી.બી. કંપનીમાં સ્ટોર ખુલવાનો સમય સવારે ૯ થી રાતના ૧૨ વાગ્યા સુધીનો છે. મારી કંપનીના લેબર કોન્ટ્રાક્ટરો એ.બી.બી. કંપનીના કર્મચારીઓ અંકુર પટેલ તથા અનિલ ચૌધરીની હેઠળ કામ કરે છે. જે સ્ટોરના રુમના ઇન્ચાર્જ સાજીદ મેમણ છે.

Reporter:

Related Post