વડોદરાઃ અમિત નગર સર્કલ પાસે ફરી એક વાર એસટી બસની અડફેટે માસુમનું મોત નીપજતાં તંત્રએ દબાણોનો સફાયો બોલાવી દીધો હતો.
છ વર્ષ પહેલાં બ્રાઇટ સ્કૂલની વિદ્યાર્થિની એસટી બસની અડફેટે આવી જતાં તેનું મોત થયું હતું.જેથી ઊહોપોહ થતાં તંત્રએ અમિત નગરનું બસસ્ટેન્ડ બંધ કરાવી દીધું હતું.જે બસસ્ટેન્ડ છ મહિના પહેલાં જ ફરીથી શરુ કરવામાં આવ્યું હતું.
આવી જ રીતે અમિત નગર પાસેથી પેસેન્જરોને લઇ જતા ખાનગી વાહનો ધમધમતા હતા ત્યારે એક વાહનને એક્સપ્રેસ વે પર એક્સિડન્ટ થતાં ૧૦ ના મોત થયા હતા.જેથી પોલીસે અમિત નગર પાસેથી ખાનગી વાહનોનો સફાયો બોલાવી દીધો હતો.
Reporter: admin