ખાર્ટુમ : મધ્ય સુદાનના ગેજિરાના શહેર વાડ-મદનીમાં એક મસ્જિદ ઉપર થયેલા હવાઈ હુમલામાં ૩૧નાં મૃત્યુ થયાં છે. એક સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાએ આ માહિતી આપી છે.
વાડ મદની સંઘર્ષ સમિતિને મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રવિવારે યુદ્ધ વિમાનોએ સાંજની નમાજ પછી શેખ અલ જેવી મસ્જિદ અને બાજુના અલ ઇમ્તિદાદ આસપાસના પ્રદેશોમાં વિસ્ફોટક બોમ્બ વર્ષા કરી હતી. તેમાં ૩૧ લોકોનાં મૃત્યુ થયાં હતાં.વાસ્તવમાં ઉત્તર અને દક્ષિણ સુદાન વચ્ચે વર્ષોથી સંઘર્ષ ચાલે છે. તેથી સામ સામી બોમ્બ વર્ષા થઈ રહે છે. પરંતુ આ વખતે મસ્જિદ ઉપર થયેલી બોમ્બ વર્ષા અક્ષમ્ય બની રહી છે.આ બોમ્બ વર્ષામાં માર્યા ગયેલા પૈકી ૧૫ની ઓળખાણ થઇ શકી છે.
બાકીનાની ઓળખાણ થવા બાકી છે. જો કે આ ઘટના અંગે કોઈ પણ પક્ષે કોઈપણ ટીપ્પણી કરી નથી. સુદાનમાં સુદાની સશ્ત્રદળો વાડ-મદની શહેરમાંથી ખસી ગયા પછી ડિસેમ્બર ૨૦૨૩માં અર્ધ સૈનિક રેપીડ સપોર્ટ ફોર્સ, (આર.એસ.એફ.) નીજીરા પ્રાંત પર કબ્જે જમાવી દીધો છે. ગત ૧૪મી ઓક્ટોબરે સશસ્ત્ર સંઘર્ષ સ્થાન અને ડેટા પરિયોજનાના એક રીપોર્ટ પ્રમાણે આ સંઘર્ષમાં હજી સુધીમાં ૨૪,૮૫૦નાં મોત થયાં છે.
Reporter: admin