દાહોદ જિલ્લામાં સંકલિતબાળ વિકાસ યોજના હેઠળ ચાલતી આંગણવાડી કેન્દ્રોના આંગણવાડી બહેનો દ્વારા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાંથી કાર્યકરો દ્વારા કેન્દ્ર દીઠ એક રાખડી આમ કુલ ૩૦૫૬ રાખડીઓ મોકલવામાં આવી છે.
દાહોદ જિલ્લાના કુલ ૨૧ ઘટકોની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ આવી રહ્યો છે. ત્યારે સૌ ભાઈ બહેનમાં ઉત્સાહ અને ઉમંગ જોવાય રહ્યો છે,પરંતુ કોઈ બહેનના ભાઈ જે દેશની સેવા કરી રહ્યા છે. અને રક્ષાબંધનનો તહેવાર પોતાની બહેન સાથે ઉજવી શકે તેમ નથી તેવા આપણા દેશના સૈનિક ભાઈઓ પણ આ રક્ષાબંધન તહેવારમાં ભાઈને બેનનો પ્રેમ રાખડી સ્વરૂપે મળે તે માટે રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે આંગણવાડી કાર્યકર બેનો દ્વારા કેન્દ્ર દીઠ એક રાખડી આમ કુલ ૩૦૫૬ રાખડીઓ દેશની રક્ષા કરતા, હંમેશા માટે પોતાના પરિવાર અને ભાઈબહેન થી દૂર રહેતા અને દેશની નિઃસ્વાર્થભાવે સેવા કરતા સૈનિક ભાઈઓ માટે મોકલવા માટે મહિલા અને બાળ વિકાસ કમિશ્નરની કચેરી ગાંધીનગર ખાતે કુરિયર દ્વારા મોકલવામાં આવી.
આમ ભારતીય જવાનોને રક્ષાબંધનના શુભ અવસર પર અમારી શુભેચ્છાઓ મોકલી રહ્યા છીએ તમે અમારા ભાઈઓ જેવા છો અને અમને સુરક્ષિત રાખવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
Reporter: admin