વડોદરા: શહેરના માંજલપુર સ્થિત કૃત્રિમ તળાવમાં દશામાની મૂર્તિઓના વિસર્જન સમયે ભાવિક ભક્તોનિ લાગણી દુભાઈ હતી.
હવે ગણેશ વિસર્જન સમયે પડે નહીં તેને ધ્યાનમાં રાખી કૃત્રિમ તળાવને 40 મીટર બાય 40 મીટરનું બનાવવામાં આવનાર છે. જે અંગે આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની સૂચનાથી સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિ તથા સ્ટાફે માંજલપુર કૃત્રિમ તળાવની મુલાકાત લીધી હતી.માંજલપુર વિસ્તારના કૃત્રિમ તળાવમાં ભક્તિ ભાવપૂર્વક દશામાં મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું હતું. પરંતુ તળાવ નાનું અને તેમાં ભરાયેલું પાણી ઓછું હોવાથી દશામાની મૂર્તિ વિસર્જન વખતે અવ્યવસ્થા સર્જાઈ હતી. પરંતુ આવી અવ્યવસ્થા આગામી ગણેશ મૂર્તિ વિસર્જન વખતે સર્જાઇ નહીં એ અંગે આગોતરી વ્યવસ્થા કરવા તળાવ મોટું અને પૂરતું પાણી તળાવમાં ભરવા બાબતે સજાગ રહેવા મ્યુ. કમિશનરે પાલિકા અધિકારીઓને સૂચના આપી છે.
તાજેતરમાં દશામાનો તહેવાર ભક્તિભાવપૂર્વક શ્રદ્ધાથી ભાવિકોએ ઉજવ્યો હતો. પરંતુ દશામા તહેવારના અંતિમ દિવસે મૂર્તિ વિસર્જન માટે માંજલપુર વિસ્તારમાં બનાવાયેલું કૃત્રિમ તળાવ પ્રમાણમાં ખૂબ નાનું હતું અને આ તળાવમાં પૂરતું પાણી પણ ભરવામાં આવ્યું ન હતું. પરિણામે માતાજીની અનેક મૂર્તિઓનું યોગ્ય વિસર્જન નહીં થતાં તળાવના પાણીની બહાર માતાજીની મૂર્તિના અંગ-ઉપાંગો સ્પષ્ટ નજરે ચડતા હતા. જેથી ભાવિકોની લાગણી દુભાઈ હતી. આ અંગેની રજૂઆત પણ પાલિકા તંત્રમાં કરવામાં આવી હતી. પરિણામે આગામી ગણેશોત્સવ પર્વ નિમિત્તે માંજલપુરના આ કૃત્રિમ તળાવમાં શ્રીજી મૂર્તિ વિસર્જન અંગે આવી અવ્યવસ્થા ન સર્જાય એ માટે કૃત્રિમ તળાવને મોટું બનાવવા સહિત પૂરતા પ્રમાણમાં પાણી રાખવા મ્યુ. કમિશનર દિલીપ રાણાએ અધિકારીઓને ખાસ સુચના આપી છે.
Reporter: admin