News Portal...

Breaking News :

કલરકામ કરવાના બહાને અપહરણ કરી 30 હજારની લૂંટ ચલાવાઈ

2024-06-06 16:43:58
કલરકામ કરવાના બહાને અપહરણ કરી 30 હજારની લૂંટ ચલાવાઈ


શહેરના કારેલીબાગ પોલીસ  મથકની હદમાં એક ઈસમને ર જેટલા અજાણયા ઈસમો દ્વારા કલરકામ કરવાનું કહી ગાડીમાં બેસાડી અપહરણ કરી તેની પાસેથી રૂ. 30 હજાર ઉપરાંતની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. 



મળતી વિગતો અનુસાર ફરિયાદી ફુલસિંહ શ્રીપ્રસાદ બાઘેલ હાલ રહે. મ.નં.49 શ્રી સંતોષી નગર, ખોડીયારનગર ચાર રસ્તા, ન્યુ વી.આઇ.પી.રોડ, વડોદરા શહેર મુળ રહે.ગામ.ગડીરામધન તા.જસવંતનગર જી.ઇટાવા(ઉત્તર પ્રદેશ) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે 4 જૂનના રોજ  સંગમ ચાર રસ્તા પાસે શૌચાલયની સામે રોડ ઉપર 3  અજાણ્યા ઇસમો  તેઓ પાસે આવ્યા હતા. અને  સોમા તળાવ પાસે ત્રણ-ચાર દિવસનુ કલર કામ કરવાનુ છે તેમ  જણાવી ફોર વ્હીલ ગાડીમા બેસાડી અપહરણ કરી કપુરાઇ ચોકડી તરફ લઇ ગયા હતા. 


આ અંગે  ફરિયાદીએ પુછતા બાજુમા બેસેલ ઇસમે કમરના ભાગે ચપ્પુ રાખી “ચુપ ચાપ બેસ નહિ તો જાનથી મારી નાખીશુ” તેમ જણાવી તેને  કેલનપુર ગામ પહેલા ફાટકથી આગળ ગાડી મેઇન રોડથી અંદર સુમસાન જગ્યાએ લઇ જઇ ત્યા એક ચાર માળના એપાર્ટમેન્ટ પાસે ફોર વ્હીલ ગાડી ઉભી રાખી આગળની ખાલી સીટમા બેસેલ ઇસમ પાછળની સીટમા ફરિયાદી  પાસે આવી પગના ભાગે સ્ક્રુ ડ્રાઇવર મારી  વીવો કંપનીનો મોબાઇલ ફોન જેની આશરે કિ.રૂ.10000/- તથા તેના મોબાઇલ નંબર ઉપર રૂપિયા ટ્રાન્સફર કરવા જણાવી  જમણા હાથમા પહેરેલ ચાંદીનુ કડુ પકડથી ખોલી કાઢી લઇ જે આશરે 300 ગ્રામ વજનનુ જેની આશરે કિ.રૂ.20000/- તથા ફરિના જમણા હાથની આંગળીમાં પહેરેલ ચાંદીની વિંટી કાઢી લઇ જેની આશરે કિ.રૂ. 500/- મળી કુલ્લે કિ.રૂ.30500/-ની મત્તાની લૂંટ કરી માર મારી નાસી છૂટયા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ  તપાસ હાથ ધરી છે.

Reporter: News Plus

Related Post