અમદાવાદ : ખ્યાતિ કાંડની મુખ્ય ફરિયાદમાં વધુ ત્રણ આરોપીઓને શરતી જામીન આપવામાં આવ્યા છે. રાજશ્રી કોઠારી, રાહુલ જૈન અને સંજય પટોલિયા બાદ હવે ચિરાગ રાજપૂત, પંકિલ પટેલ અને પ્રતીક ભટ્ટને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે.

આરોપીઓનો જામીન પર છુટકારો થતા આજે NSUIના કાર્યકર્તાઓએ હોસ્પિટલ પર પહોંચી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ખ્યાતિ હોસ્પિટલના ગેટ પર મોતના સોદાગર સહિતના સૂત્રો લખેલા બેનરો લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ત્રણ આરોપી ચિરાગ રાજપૂત, પંકિલ પટેલ અને પ્રતીક ભટ્ટે સરકારે નિમેલ તપાસ કમિટીની ફરિયાદમાંથી જામીન મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમને હાઇકોર્ટે 10 હજારના બોન્ડ ઉપર શરતી જામીન આપ્યા છે. આ આરોપીઓએ 06 મહિના સુધી દર મહિને એક વખત પોલીસ મથકે હાજરી પુરાવવી પડશે. ગુજરાત હાઇકોર્ટ અગાઉ રાજશ્રી કોઠારી, રાહુલ જૈન અને સંજય પટોળિયાને શરતી જામીન આપી ચૂકી છે.
ચિરાગ રાજપૂતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં બે મૃતક દર્દીઓના સગા દ્વારા કરાયેલ ફરિયાદ સામે જામીન મેળવવા અરજી દાખલ કરી છે. જ્યારે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ અને સર્જન ડોક્ટર પ્રશાંત વજીરાણી હજી જેલમાં છે.આરોપીઓને જામીન મળતા NSUIનો વિરોધ ખ્યાતિકાંડના આરોપીઓને જામીન પર મળતા NSUIના કાર્યકર્તાઓ ખ્યાતિ હોસ્પિટલ પર પહોંચ્યા હતા. અહીં હોસ્પિટલ બહાર બેનરો લગાવી સૂત્રોચ્ચાર કર્યાહ હતા.હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂતની જામીન અરજીમાં સિનિયર એડવોકેટ જે.એમ.પંચાલ અને એડવોકેટ એ.એચ. મૂરજાનીએ રજૂઆત કરી હતી કે આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જસીટ ફાઈલ થઈ ચૂકી છે. અરજદારને નવેમ્બર, 2024 માં અરેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારથી તે પોલીસ કસ્ટડીમાં છે. તેઓ ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટરના પદ ઉપર છે.અને હોસ્પિટલમાં 6.8% જેટલો શેર ધરાવે છે. તેમની પાસે મેડિકલની કોઈ ડીગ્રી નથી.
Reporter: admin







