પોલીસે શહેરમાં રહેતા તથા વિદેશી દારુના ચાર ગુનાઓમાં સંડોવાયેલા આરોપી અને વોન્ટેડ રહેલી 1 મહિલા આરોપી સહિત 3 આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલીંગ દરમિયાન તાલુકા પોલીસ સ્ટેશન અને જરોદ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારુના ગુનામાં વોન્ટેડ રહેલા દયાશંકર ઉર્ફે દયા ઇન્દ્રવદન શર્મા (રહે, સત્યમ એપા.ગોરવા)ને ઝડપી પાડ્યો હતો જ્યારે જવાહરનગરમાં નોંધાયેલા દારુના કેસમાં વિરેન્દ્ર ઉર્ફે ગબો કિરીટસિંહ રાજ (રહે, ગોરવા)ને પણ ઝડપી લીધો હતો તથા સમા પોલીસમાં નોંધાયેલા વિદેશી દારુના ગુનામાં વોન્ટેડ રહેલી પાયલ વિજય પરમાર (રહે, ગણેશનગર રણોલી)ને ઝડપી લીધી હતી અને ત્રણેય આરોપીઓને સ્થાનિક પોલીસને સોંપ્યા હતા પકડાયેલો દયાશંકર અગાઇ શહેરમાં મારામારી તથા જુગારના મળીને 2 ગુનામાં પકડાયેલો છે જ્યારે વિરેન્દ્ર ગબો પ્રોહિબીશનના 2 ગુનામાં પકડાયેલો છે અને પાયલ પરમાર પણ શહેરમાં પ્રોહિબીશનના ગુનામાં પકડાયેલી છે.
Reporter: admin







