વડોદરા શહેરના મધ્યમાં આવેલી નવી કલેક્ટર કચેરીમાં સ્વચ્છતાના દાવા ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી, પરંતુ વડોદરાનું તંત્ર જ પોતાની કચેરીમાં સ્વચ્છતાના માપદંડો જાળવવામાં નિષ્ફળ નીવડ્યું છે.

કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોરમાં સીડી નીચે કચરાના ઢગલા એકઠા થયા છે, જેમાં ફાઇલો અને આધારકાર્ડ જેવા સરકારી દસ્તાવેજો પણ જોવા મળ્યા છે. તાજેતરમાં જ જૂની કચેરી ખાતે પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યાં કચરામાં અગત્યના ડોક્યુમેન્ટસ મળી આવ્યા હતા. વધુમાં, નવા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી માટે મૂકવામાં આવેલા ફાયરના બાટલા પણ કચરામાં પડેલા જોવા મળ્યા છે, જે ગંભીર બેદરકારી દર્શાવે છે.આ પરિસ્થિતિથી તંત્રની બેદરકારી ખુલ્લી પડી છે અને સ્વચ્છતાના બણગા ફૂંકતું તંત્ર પોતાની જ કચેરીમાં ગંદકી દૂર કરવામાં અસમર્થ સાબિત થયું છે. જાહેરજનતા વચ્ચે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે જો શહેરની સૌથી મહત્વપૂર્ણ સરકારી કચેરીમાં જ આ હાલત હોય, તો સામાન્ય જગ્યાઓ પર સ્વચ્છતાનો ધજાગરો કેવો હશે?

જૂની કચેરીમાં પણ ફાઈલો કચરામાં, હવે નવી કચેરીમાં પણ એજ હાલત
વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી નવી કલેક્ટર કચેરીમાં સ્વચ્છતાની હાલત ચિંતાજનક છે. થોડા સમય પહેલાં જૂની કચેરી ખાતે કચરાના ઢગલામાં અગત્યની ફાઈલો અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજો મળ્યા હતા, જેનાથી સુરક્ષા અને ગોપનીયતાના મુદ્દા પર સવાલો ઉઠ્યા હતા. હવે નવી કચેરીમાં પણ એજ પરિસ્થિતિ સામે આવતા તંત્રના કારભાર પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. કચેરીના પ્રાંગણમાં ગંદકી, ફાઈલોના કચરામાં ભેગા થવાના બનાવ અને ફાયર સેફ્ટી સાધનોનો બેફામ ઉપયોગ આ બધું તંત્રની અસમર્થતા દર્શાવે છે. શહેરવાસીઓનું કહેવું છે કે કલેક્ટર કચેરી જેવી મહત્વપૂર્ણ સંસ્થામાં જો આ સ્થિતિ હોય તો સામાન્ય સરકારી કચેરીઓની હાલત કઈ હશે તે સમજવું મુશ્કેલ નથી.

Reporter: admin







