News Portal...

Breaking News :

ગેરકાયદેસર રાખવામાં આવેલ 27 નંગ કાચબા અલકાપુરીમાં મળ્યા

2025-02-10 18:21:55
ગેરકાયદેસર રાખવામાં આવેલ 27 નંગ કાચબા અલકાપુરીમાં મળ્યા


વડોદરા : ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના વોલીએન્ટરે અલકાપુરી જ્વેલર્સની પાસે આવેલા એક બંગલામાં રેડ કરીને ગેરકાયદેસર રાખવામાં આવેલ 27 નંગ કાચબા કબજે કરી વન વિભાગને સુપ્રત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


વડોદરા શહેરની ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના વોલીએન્ટર રમેશભાઈને ચોક્કસ માહિતી મળી હતી કે, અલકાપુરી વિસ્તારમાં આવેલા જ્વેલર્સની બાજુના એક બંગલામાં જ્યાં સરોજબેન પટેલના નામનો આ બંગલો છે. જેમાં ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં કાચબા રાખવામાં આવેલા છે. જેથી તેમણે ત્યાં સ્થળ તપાસ કરી હતી. જો કે તે વખતે બંગલાના માલિક સરોજબેન પટેલે તેમને મારા ઘરે કોઈ આવા કાચબા છે નહીં, તમને કોઈ ખોટી માહિતી આપી છે તેમ જણાવ્યું હતું. 


જે બાદ જીએસપીસીએ સંસ્થાના વોલીએન્ટર રમેશભાઈએ વન વિભાગને જાણ કરતા સ્ટાફ સ્થળ પર આવતા બંગલામાં રેડ કરી હતી.બંગલામાં તપાસતા 24 નંગ નાના સ્ટાર કાચબા અને ત્રણ મોટા એમ કુલ મળીને 27 નંગ કાચબા મળી આવ્યા હતા.જે તમામ કાચબાઓને જમા લઈ વન વિભાગ ખાતે જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  જો આમાં ગુનો દાખલ કરવામાં નહીં આવે તો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 55c ની કલમ દાખલ કરીને અમે કોર્ટમાં જઈશું સાથે જ વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગુનો દાખલ ન થાય તો કોઈ જગ્યાએ ઇનામ સ્વરૂપે ભેટ સ્વરૂપે ઉચ્ચ અધિકારીઓને કંઈ મળ્યું હોય તો આ રીતનું કૃત્ય કરાતું હોય છે તેમ જણાવ્યું હતું.

Reporter: admin

Related Post