News Portal...

Breaking News :

સુરતમાં માલ લઈ ઉઠામણુ કરનાર નાસતા ફરતો આરોપી ઝડપાયો

2025-02-10 18:16:34
સુરતમાં માલ લઈ ઉઠામણુ કરનાર નાસતા ફરતો આરોપી ઝડપાયો


સુરત : સારોલી, ઉધના અને ખટોદરા વિસ્તારના વેપારીનો દલાલ મારફત સંપર્ક કરી કાપડનો માલ લઈ નાણા નહી ચુકવી દુકાન બંધ કરી ઉઠામણુ કરનાર છેલ્લા ત્રણ માસથી નાસતા-ફરતા આરોપીને સારોલી પોલીસએ પકડ્યો છે.


કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારૂ તકેદારીના ભાગરૂપે વિવિધ ગુનાઓના ગુનાના નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના અપાઈ છે. સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટમાં હતા, દરમ્યાન ટેકનીકલ વર્ક આઉટ અને હ્યુમન સોર્શીસ આધારે સંયુકત બાતમી હકિકત આધારે સારોલી, ઉધના અને ખટોદરા પોલીસ સ્ટેશનના જુદા-જુદા ત્રણ ચીટીંગના ગુનાઓમાં જે પૈકી સારોલી પોલીસ સ્ટેશનના છેલ્લા ત્રણ માસથી બી.એન.એસ.એસ. કલમ ૭૨ મુજબના વોરંટનો નાસતા ફરતા આરોપી રાજેન્દ્ર ઉર્ફ રાજુભાઇ જયંતીલાલ મોદી તે સાક્ષી ફેબ્રીક્સ ના ભાગીદાર નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

Reporter: admin

Related Post