News Portal...

Breaking News :

બનાસકાંઠાના સુઇગામ નજીક બસ અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 26 લોકોને ઇજા જ્યારે 3 લોકોના મોત

2025-01-01 11:20:01
બનાસકાંઠાના સુઇગામ નજીક બસ અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 26 લોકોને ઇજા જ્યારે 3 લોકોના મોત


બનાસકાંઠા: નવા વર્ષ૨૦૨૫ની શરૂઆત સાથે જ મોટા અકસ્માતના સમાચાર મળ્યા છે. બનાસકાંઠાના સુઇગામ નજીક બસ અને ટેન્કર વચ્ચે ભયાનક ટક્કર થઇ છે. આ અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા છે. 


રાજસ્થાનથી રાજકોટ તરફથી જતી ખાનગી બસને સુઇગામના ઉચોસણ નજીક અક્સ્માત નડ્યો હતો.આ અકસ્માત એટલો ભયંકર હતો કે બસ અને ટેન્કરને અલગ કરવા માટે 3 ક્રેઇનની મદદ લેવી પડી હતી. આ અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાના સુઇગામ નજીક મોડી રાત્રે બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં રોંગ સાઇડ તરફથી આવી રહેલા ટેન્કર ચાલકે બસને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે બસ કચ્ચરઘાણ વળી ગયો હતો. રાજસ્થાન તરફથી મુસાફરોને ભરીને રાજકોટ તરફ જતી ખાનગી બસને સુઇગામના ઉચોસણ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં આ અકસ્માતમાં 26 લોકોને ઇજા પહોંચી છે, જ્યારે 3 લોકોના મોત નિપજ્યા છે.

Reporter: admin

Related Post