વડોદરા : ૩૧ડિસેમ્બર ના રોજ ગાંધીનગર ગૃહ, વડોદરા ખાતે આવેલ ગાંધીજી ની પ્રતિમા પાસે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતભાઈ સોલંકી તેમજ પૂર્વ મંત્રી તથા પ્રદેશ ઉપ પ્રમુખ ભીખાભાઈ રબારી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોષી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ મ્યુનિસિપલ કોર્પોરેટર બાળુભાઈ સુર્વે, પુષ્પાબેન વાઘેલા, અલ્કાબેન પટેલ, હરીશભાઈ પટેલ તેમજ વોર્ડ પ્રમુખો તેમજ પૂર્વ કાઉન્સિલર આઈ ડી પટેલ, ચંદ્રસિંહ સોલંકી, રાજુ વાઘેલા તેમજ ઓ બી સી ચેરમેન જાગૃતિ બેન રાણા તેમજ યુથ કોંગ્રેસ ના અધ્યક્ષ પવન ગુપ્તા સાથે હીરો ઓડ એન.એસ.યુ.આઈ પ્રમુખ અમર વાઘેલા તેમજ શહેર કોંગ્રેસના આગેવાન તેમજ કાર્યકરો તેમજ હોદ્દેદારો દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ ડો મનમોહન સિંહ ને ભાવ ભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ડો મનમોહન સિંહ જેવો પૂર્વ વડાપ્રધાન, નાણા મંત્રી, રાજ્ય સભા સાંસદ, યૂ જી સી અધ્યક્ષ, આર બી આઈ ગવર્નર, આર્થિક સલાહકાર જેવી મહત્ત્વ પૂર્ણ પદ ઉપર સેવા આપી તારીખ ૨૬/૧૨/૨૦૨૪ ના રોજ દેવ લોક પામ્યા છે. તેમનું યોગદાન અવિસ્મરણીય છે. સમગ્ર કોંગ્રેસ પરિવાર અને શહેરના લોકો દ્વારા ભાવભરી શ્રંધાંજલી આપી. તેમના જીવનપથ પર થી શીખ લઈ જીવનમાં ઉતારી દેશના દરેક નાગરિકે દેશ માટે સેવા કરવી જોઈએ તેવું બધા વક્તા દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જણાવ્યું હતું.






Reporter: admin