News Portal...

Breaking News :

હજીરામાં વર્ષના અંતિમ દિવસે આગની દુર્ઘટના સર્જાતા ચાર કર્મચારીઓના મોત

2025-01-01 10:07:08
હજીરામાં વર્ષના અંતિમ દિવસે આગની દુર્ઘટના સર્જાતા ચાર કર્મચારીઓના મોત


સુરત : હજીરામાં વર્ષના અંતિમ દિવસના અંતિમ કલાકોમાં જ આગની દુર્ઘટના સર્જાતા ચાર કર્મચારીઓના મોત નિપજ્યા છે. જ્યારે એક કર્મચારી ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. 


હજીરા ખાતે આવેલી AMNS (આર્સલર મિત્તલ નીપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ) કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં આજે શનિવારે સાંજે ભયાનક આગની ઘટના બની હતી. આ ઘટનામાં ચાર જેટલા કર્મચારીઓના મોત થયા છે. જ્યારે એક કર્મચારી ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. 


ચારેયના મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે, તેઓની ઓળખ કરવી મુશ્કેલ બની છે.મૃતકોની ઓળખ માટે ડીએનએ રિપોર્ટ કરવા પડશે. મૃતકોના પરિવારજનો હોસ્પિટલ પર આવી પહોંચ્યા હતા અને રોષ વ્યકત કરતા જોવા મળ્યા હતા.

Reporter: admin

Related Post