આવકવેરા વિભાગે નાસિકમાં સુરાના જ્વેલર્સ પર દરોડા પાડ્યા હતા, માલિક દ્વારા કથિત અઘોષિત વ્યવહારોના જવાબમાંરેડ પડાઈ હતી.
આવકવેરા વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં લગભગ 26 કરોડ રૂપિયાની રોકડ અને 90 કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.આયકર વિભાગની ટીમે કંપનીનો માલિક કથિત બિનહિસાબી લેવડ-દેવડમાં સામેલ હોવાન માહિતી મળ્યા બાદ બાદ આ કાર્યવાહી કરાઈ છે. વિભાગે સુરાણા જ્વેલર્સના માલિકના નિવાસસ્થાન અને કન્સ્ટ્રક્શન કંપની મહાલક્ષ્મી બિલ્ડર્સમાં દરોડા પાડ્યા છે,
જેમાં લગભગ 26 કરોડ રૂપિયા રોકડા અને 90 કરોડ રૂપિયાના બિનહિસાબી સંપત્તિઓના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આયકર વિભાગની ટીમે શનિવારે સવારે જ જવેલરી સ્ટોર અને માલિકના નિવાસસ્થાને એક સાથે દરોડો પાડ્યો છે. અધિકારીઓ એ આખો દિવસ નાણાંકીય રેકર્ડ, લેવડ-દેવડ સંબંધીત ડેટા અને દસ્તાવેજોની તપાસ કરી રહી છે.
Reporter: News Plus