સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે ઉકળાટ વચ્ચે પોશીનામાં ગઈ કાલે સાંજે વાવઝોડા સાથે વરસાદ વરસ્યો હતો.જેને લઈને રોડ પર પાણી વહેવા લાગ્યું હતું બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં રોડ પર અને ગામમાં વીજપોલ પડી જવાના બનાવો બન્યા હતા જેને લઈને વીજળી ગુલ થઇ ગઈ હતી
આ અંગેની વિગત એવી છે કે,છેલ્લા 10 દિવસથી ગરમીનો પારો ધીરે ધીરે ઉંચો જઈ રહ્યો છે તો કેટલાક વિસ્તારમાં 44 સુધી પહોચી ગયો છે.ત્યારે સાબરકાંઠાના પોશીનામાં શનિવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.જોતજોતામાં વાવાઝોડું ફુંકાયું હતું ત્યારબાદ ગાજવીજ અને પવન સાથે વરસાદ શરુ થયો હતો.તો વરસાદને લઈને રોડ પર પાણી વહેવા લાગ્યું હતું.તો પોશીનાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદને લઈને ઝાડ પડી ગયા હતા તો ગ્રામ્ય વિસ્તારોમાં વીજપોલ પડી ગયા હતા જેથી વીજળી ગુલ થઇ ગઈ હતી.આ અંગે ખેરોજ UGVCL ના DE જશપાલકુમાર ડામોરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે,પોશીના માં ગઈ કાલે વાવઝોડા સાથે વરસાદને લઈને ગ્રામ્ય વિસ્તારમાં વિજપોલ પડી ગયા હતા
જેને લઈને થોડોક સમય વીજળી બંધ થઈ હતી જે તાત્કાલિક રાત્રી દરમિયાન રીપેરીંગ શરૂ કરવામાં આવ્યું હતું અને વીજ પ્રવાહ શરૂ કરી દેવામાં આવ્યો હતો તો રવિવારે સવારથી 10 ગામોમાં કેટલાક વિસ્તારમાં 26 વિજપોલ પડી જવાને લઈને વીજળી બંધ છે.તો ત્રણ ગેંગો કામે લાગી ગઈ છે અને બપોર સુધીમાં વીજ પ્રવાહ પૂર્વવત થઈ જશે.ક્યાં ગામોમાં પડી ગયા છે વિજપોલ? અજાવાસ,જીનજીનાટ,કાલી કાંકર, આજણી,સાલેરા , દત્રાલ ,ગણવા,લખિયા,સોનગઢ,પડાપાટ સહિતના ગામોમાં 26 વિજપોલ પડી ગયા હતા.
Reporter: News Plus