દાણચોરી કરતી સિન્ડિકેટનો પર્દાફાશ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીકની એક હોટલમાંથી સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરતા કુલ 10.32 કિલો સોનું જપ્ત કર્યું હતું,
હાલમાં આ સોનાની અંદાજીત બજાર રૂ. 7.75 કરોડ આંકવામાં આવી રહી છે.DRIની ટીમે બાતમીના આધારે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં બે મુસાફરોની વ્યક્તિગત તપાસ કરતા તેમના આંતરવસ્ત્રોમાં છુપાવેલ સોનુ મળી આવ્યું હતું અને ઘણાં મહત્વના ખુલાસા થયા હતા. આ સોનું પ્રાથમિક તબક્કે 3596.36 ગ્રામ સોનાની પેસ્ટ હતી. DRI અધિકારીઓની ટીમે હોટેલમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા અન્ય સિન્ડિકેટના સભ્યો રોકાયા હોવાનુ જાણવા મળ્યું.તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે,સિન્ડિકેટના અન્ય સભ્ય દ્વારા દાણચોરી કરાયેલ સોનાની પેસ્ટ લાવેલા તે પૈકીનો એક વ્યક્તિ વહેલી સવારની ફ્લાઈટમાં આવી અમદાવાદ છોડવા વંદે ભારત એક્સપ્રેસ દ્વારા મુંબઈ જવા રવાના થયો
જેને પકડવા ડીઆરઆઈના અધિકારીઓએ બોરીવલી સ્ટેશન પર વોચ ગોઠવીને વધુ એક દાણચોરને અટકાવ્યો હતો જેની તપાસ કરતા આ વ્યક્તિ પાસેથી સોનાની પેસ્ટ સ્વરૂપે 2,551.000 ગ્રામ સોનું રિકવરી કરવામાં આવ્યું હતું.હોટેલમાં રહેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન મળેલી લીડના આધારે ડીઆરઆઈ અધિકારીઓએ અન્ય એક આરોપીની પણ અટકાયત કરી હતી. જે પોતે પણ આ જ સિન્ડિકેટનો હતો. જે દુબઈથી અમદાવાદ SVPI એરપોર્ટ ખાતે પહોંચ્યો ત્યારે તેની પાસેથી પણ 5.5 કિલો સોનાની પેસ્ટની વધુ રિકવરી કરી કુલ 10.32 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું, હાલમાં આ સોનાની અંદાજીત બજાર કિંમત રૂ. 7.75 કરોડ માનવામાં રહી છે.
Reporter: News Plus