ગુજરાતમાં માનવ નિષ્કાળજી થી સર્જાયેલી સૌથી ગમખ્વાર દુર્ઘટનામાં રાજકોટના નાનામવા રોડ પર ટીઆરપી ફનઝોન સ્થળે 26 કલાક બાદ સર્ચ ઓપરેશન ફાયરબ્રિગેડે પૂરુ થયેલું જાહેર કર્યું હતું.
આ દરમિયાન ગઈ સાંજે ઘટનાસ્થળેથી અત્યંત સળગીને કાળા પડી ગયેલા માનવદેહના અવશેષો (ટૂકડા) મળી આવતા તે બે પોટલામાં ભરીને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. રાજકોટમાં લોકોએ તીવ્ર વેદના વ્યક્ત કરી હતી. પીડિત પરિવારઓ એ જવાબદારોને એવી કડક સજા કરવી જોઇએ કે ભવિષ્યમાં કોઈ આવી બેદરકારી રાખે નહીં. તેમ જણાવ્યું હતું. કલેક્ટર પ્રભુત્વ જોશીએ જણાવ્યું કે આ ઘટનાથી 32 લોકોના મૃત્યુ થયા હોઈ શકે છે.
આ ઉપરાંત માનવ એવશેષો મળ્યા છે જે કેટલા લોકોના છે. આ કોના છે તે હજી જાણી શકાયુ નથી. મોડી રાત સુધી હજુ એક પણ મૃતદેહ કોનો છે તે ઓળખી શકાયું નથી અને આ માટે ડી.એન.એ. મેચ કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. ફાયરબ્રિગેડના સૂત્રો અનુસાર ગઈકાલ સાંજથી ચાલતું સર્ચ ઓપરેશન પૂરું કરીને ગેમઝોનનો સમગ્ર કાટમાળ ખસેડવામાં આવ્યો છે અને રાત્રે પોલીસ સાથે વાત થયા મૂજબ જે.સી.બી., ફાયરફાઈટર સહિત વાહનો ખસેડી લેવામાં આવ્યા છે.
Reporter: News Plus