કોંગ્રેસ દ્વારા 25 જૂન 1975 ના રોજ દેશમાં કટોકટી લાદીને લોકશાહી ખતમ કરવાનું કાર્ય કર્યું હતું .જેને કારણે માનવ અધિકારોનું હનન, દેશવાસીઓ પર અત્યાચાર અને મીડિયા પર સેન્સરશીપ લાદવા જેવી વિવિધ પ્રકારના અત્યાચારો થયા હતા. તેથી દેશભરમાં 25 જૂનને કાળો દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે..
ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નિર્દેશ અનુસાર વડોદરા જિલ્લા - ભાજપા દ્વારા આયોજિત કાર્યક્રમમાંપ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્યઝોન પ્રભારી ગોરધન ઝડફિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. જેમાં પોરબંદરના પ્રભારી પ્રદીપભી ખીમાની, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર પરિષદ બાદ વૃક્ષારોપણ કરીને કાર્યક્રમ નો પ્રારંભ થયો હતો. ઉપસ્થિત મહેમાનોએ આજના દિવસને કાળા દિવસ તરીકે ઉજવવાવાનુનમહ્ત્વ સમજાવ્યું હતું.
Reporter: News Plus